Uncategorized

જુગારમાં હારી ગયેલા 40 લાખનું દેવું ભરપાઇ કરવા પાડોશી દુકાનદારે જ રૂા.95 લાખની ચોરી કરી’તી

Published

on

કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ખેડુતના બંધ મકાનમાંથી ધોળા દિવસે રોકડ રૂૂ.95 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી ઘર નજીક કરીયાણાની દુકાન ધરાવતા શખસને જૂગાર રમવાની ટેવ હોય અને તેના પર રૂૂ.40 લાખનું દેવું થઈ જતાં ચોરી કર્યાની કબુલાત કરી હતી.એલસીબીએ ચોરીના સબંધીની વાડીમાં સંતાડેલા રોકડ રૂૂ.95 લાખ કબ્જે કર્યા છે. આણંદપર ગામમાં રહેતા દિપકભાઈ ભીખાભાઈ જેસડીયા (ઉ.વ.40) નામના ખેડુતના પિતાએ વેચેલી જમીના 5 થી 6 માસ પહેલા દોઢેક રોકડ રૂપિયા આવ્યા હતાં અને તે ઘરમાં પુત્ર દિપકભાઈના કબાટમાં રાખ્યા હતાં. આ દરમ્યાન ગત તા.7ના રોજ પરીવાર પ્રસંગમાં ગયો. એલસીબીના પીઆઈ જે.વી.ચૌધરી, પીએસઆઈ આર.કે.કરમટા, એસ. પી.ગોહિલ, પી.એન.મોરી તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી.પટેલ સહિતના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને ચોરીનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાના દાયરામાં આવેલા મકાનની બાજુમાં જ કરીયાણાની દુકાન ધરાવતા લવજી ગોરધનભાઈ ગોરસીયાની યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા તેને ચોરીની કબુલાત કરી હતી. તેની આકરી ઢબે પુછપરછ કરતા શખસે તેની ભાડાની દુકાન ખેડુતની ઘરની બાજુમાં જ હોય અને ખેડુતને જમીન વેંચાણના રોકડ રૂૂપિયા આવ્યા હોય અને ઘરમાં જ હોવાની ખબર હતી. જેથી ખેડુત પરિવાર બહાર ગામ સગાઈમાં જતાં દુકાનદારે બપોરના સમયે પરિવારની ગેરહાજરીમાં મકાનના દરવાજાનો નકુચો તોડીને ચાવીથી કબાટ ખોલીને રોકડ રૂૂ.95 લાખની ચોરી કરી હતી અને બાઈક લઈને આણંદપર ગામની સીમમાં સબંધીની વાડીના મકાનમાં સંતાડયાની કબુલાત કરી હતી. જેથી એલસીબીએ આરોપી લવજીને સાથે રાખીને વાડીના મકાનમાં લોખંડની કોઠીમાંથી ચોરીના રોકડ રૂૂ.95 લાખ કબ્જે કર્યા હતાં. તેની પુછપરછ કરતા તેને જૂગાર રમવાની ટેવ હોય અને તેના ઉપર રૂૂ.3પ થી 40 લાખનું દેવુ થઈ જતાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જે બાદ એલસીબીએ કાલાવડ ગ્રામ્ય પોલીસને આરોપીનો કબ્જો સોંપી દેતા પીએસઆઈ એચ. વી.પટેલએ તેની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

ચોરીના રૂપિયા સંતાડવા આરોપી ખેડૂતનું જ બાઈક લઈ ગયો હતો!

ખેડુતની દુકાન ભાડે રાખીને આરોપી લવજી ગોરસીયા કરણીયાની દુકાન ચલાવતા હોય અને ખેડુત ભાડુતની ગાડી પ્રસંગમાં લઈ ગયા હતાં. આ દરમ્યાન દુકાનદાર શખસે ચોરી કરીને રોકડ રૂ.95 લાખ સંતાડવા માટે ખેડુતનું જ બાઈક લઈ ગયો હતો અને પરત મુકીને કંઈ ન થયું હોય તેમ દુકાને વેપાર કરવા બેસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version