Site icon Gujarat Mirror

કણકોટ રોડ ઉપર બનશે અદ્યતન એસી કોમ્યુનિટી હોલ

મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં વિકાસના કામોની ગતિ વધારી છે. વોર્ડ નં. 11માં રેસીડેન્ટ વિસ્તારો ફુલ થઈ જતાં થોડા સમય પહેલા જ વોર્ડ નં. 11માં કણકોટ રોડ ઉપર આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ ઓફિસને મંજુરી આપવામા આવી છે અને હવે આ વિસ્તારને કોમ્યુનિટી હોલની સુવિધા આપવા માટે કણકોટ રોડ ઉપર ટ્રાઈડન હાઈટ્સ બિલ્ડીંગની સામે આવેલ ટીપી નં. 27ના 218 નંબરના ફાઈનલ પ્લોટ ઉપર રૂા. 23.07 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

શહેરના મવડી વિસ્તારમાં મવડી સ્મશાન તરફત જતાં વોર્ડ નં. 11ના કણકોટ રોડ ઉપર ટ્રાઈડન હાઈટ્સ બિલ્ડીંગની બાજુમાં આવેલ ટીપી નં. 27ના ફાઈનલ પ્લોટ નંબર 218 ઉપર રૂપિયા 23.07 કરોડના ખર્ચે અદદ્યતન ચાર માળના એસી કોમ્યુનિટી હોલ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ હોલમાં 1778 ચો.મી. એરિયાનું બેઝમેન અને પાર્કિંગ સહિતનું બાંધકામ શરૂ કરવામાં આવશે. આ હોલમાં 2160 ચો.મી. એરિયાના ગ્રાઉન્ડ ફ્લોરમાં રોડ બાજુ કુલ 21 દુકાનો બનાવવામાં આવશે. તથા સિક્યુરીટી રૂમ, સ્ટોર રૂમ અને ટોઈલેટની સુવિધા ઉપલબ્દ કરાવવામાં આવશે. કોમ્યુનિટી હોલના ફસ્ટ ફ્લોર પર 1765 ચો.મી. એરિયામાં આશરે 400 માણસોની કેપેસીટી વાળો હોલ બનાવવામાં આવશે. જેમાં વરવધુનો રૂમ, કિચન તથા ટોઈલેટનો સમાવેશ થાય છે. વોર્ડ નં. 11માં તૈયાર થનાર કોમ્યુનિટી હોલના સેક્ધડ ફ્લોર પર ફસ્ટ ફ્લોરની જેમ 400 માણસોની કેપીસીટીવાળો હોલ બનાવવામાં આવશે. તેવી જ રીતે થર્ડ ફ્લોર પર આશરે 400 માણસોની કેપીસીટી વાળો સેન્ટ્રલ એસી હોલ તૈયાર કરવામાં આવશે. તેવી જ રીતે ફોર્થ ફ્લોર પર 8 એસી ડિલક્સ રૂમ, એટેચ ટોઈલેટ સાથેના બનાવવામાં આવશે. મનપા દ્વારા વોર્ડ નં. 11માં અત્યાર સુધી વોર્ડ ઓફિસ ન હોય તાજેતરમાં વોર્ડ ઓફિસનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને સાથો સાથ આરોગ્ય કેન્દ્ર વિહોણા વોર્ડને પણ આરોગ્ય કેન્દ્રની ભેટ આપવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 11ના પ્રાઈમ લોકેશન ધરાવતા કણકોટ રોડ ઉપર તમામ પ્રકારની સુવિધાઓ માટેના મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નં. 27 પૈકી અલગ અલગ ફાઈનલ પ્લોટ ખાલી હોવાથી આ તમામ પ્રોજેક્ટ એક જ રોડ ઉપર બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં અ ાવી છે. જે પૂર્ણ થયે સ્ટેન્ડીંગમાં પ્રોજેક્ટને મંજુરી આપી વર્કઓડર આપી ઝડપથી કામ શરૂ કરવામાં આવશે.

વોર્ડ નં. 11માં અનેક વિકાસના કામો થશે
મવડી ગામની પાછળના વિસ્તારમાં કે જ્યાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનેક સોસાયટીઓ અને રહેણાકની બિલ્ડીંગો બની ગઈ છે. અને માનવ વસવાટ પણ વધવા લાગતા વિકાસના કામો માટે તંત્રએ નવા નવા પ્રોજેક્ટો તૈયાર કરવાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા એક માસમાં આ વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર તથા વોર્ડ ઓફિસ અને હવે કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે હજુ પણ આ વોર્ડમાં મુખ્યમાર્ગો પર આવતા મનપાના પ્લોટમાં બગીચાઓ સહિતના કામો કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Exit mobile version