Site icon Gujarat Mirror

ભાજપના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવા કોંગ્રેસનું રથ અભિયાન

oplus_2097152

ભાજપના શાસન કાળમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે. અને તેનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે. અગ્નિકાંડ, અકસ્માતમાં ભાજપના નેતાઓ અને શાસકોની ભુમિકા શંકાસ્પદ હોવાનું અનેકવાર સામે આવ્યું છતાં પણ કાર્યવાહી નહી થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ હવે ભ્રષ્ટાચારની પોલ ખોલવા શહેરભરમાં ચાર રથ ફેરવશે જેનો પ્રારંભ કરવામાં આવ્યો તેમ કોંગ્રેસ નેતાઓએ હુંકાર કર્યો છે.

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે હપ્તા વાળું ગુજરાત તરીકે ઓળખાય તે હદ સુધી ભાજપ સત્તાનો દુરુપયોગ કરી લોકોના જાનની પરવા કર્યા વગર ભાજપ બેફામ બન્યો છે. તાજેતરમાં સીટી બસના એક ડ્રાઈવરે ચારની જિંદગી છીનવી લીધી છે તે ડ્રાઇવરના લાઇસન્સ ની અવધી પણ સમાપ્ત થઈ ગઈ હતી સીટી બસના સંચાલકોની હજુ સુધી ધરપકડ કરી નથી પરંતુ ચાર લોકોને જિંદગી છીનવી લીધી અને લોકો ના ટોળા દ્વારા રોષ બતાવેલ તેવા લોકોની પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી છે. સીટી બસના સંચાલકો સામે પોલીસ હજી ગુનો નોંધવામાં ફીફા ખાંડે છે.

ભાજપના પૂર્વ મહામંત્રી અને સીટી બસના ડ્રાઈવરો પૂરો પાડતા કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર ને બચાવવા માટે પૂરી સરકાર અને રાજકોટમાં આખું ભાજપ ઊભું રહી ગયું છે. પોલીસ એક્શનમાં છે નહીં. ચાર રથ લોકો સમક્ષ આજે રાજકોટ શહેરમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરભરમાં ફરશે ભાજપને 30 વર્ષના સરકારને અમે ઉખાડીને ફેંકી શકીએ એમ નથી લોકોનો પૂરતો સાથ સહકાર જોઈશે ભાજપના ભ્રષ્ટાચારમાં લોહીના ગુણ થઈ ગયા છે. હવે હદ થાય છે લોકો જાગે સમજો અને નિર્ણય કરો અને લોકજાગૃતિ અર્થે જે રથ ફરશે તે દરેક વિધાનસભા 68, 69, 70 અને 71 તમામ વિસ્તારોમાં શેરી ગલીઓમાં અને મુખ્ય રસ્તા ઉપર ભાજપના ભ્રષ્ટાચાર ને લગતી પત્રિકા વિતરણ કરશે.

Exit mobile version