ગુજરાત
એકલવ્ય સોસાયટીમાં બીમારીથી કંટાળી એસિડ પી લેનાર આધેડે દમ તોડયો
શહેરમા કાલાવડ રોડ પર આવેલી એકલવ્ય હાઉસીંગ સોસાયટીમા રહેતા આધેડે બીમારથી કંટાળી એસીડ પી લીધુ હતુ. આધેડનુ સારવારમા મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ શહેરમા કાલાવડ રોડ પર આવેલી એકલવ્ય હાઉસીંગ સોસાયટીમા રહેતા રસીકભાઇ રાજેન્દ્રભાઇ લુહા (ઉ.વ. પર) એ માનસીક બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. આધેડનુ સારવારમા મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
બીજા બનાવમા 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલ ઓમનગર સોસાયટીમા રહેતી હિરલબેન જયેન્દ્રભાઇ સોઢા નામની 31 વર્ષની પરણીતાએ કોઇ અગમ્ય કારણસર જવલંતશીલ પ્રવાહી પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.