રાજુલાના છતડિયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે. રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા…

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે. રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ રાજુલા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભીષણ ગરમી અને ટેન્કરમાં રહેલા જ્વલનશીલ પદાર્થને કારણે આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.

આગ લગતા અફરા તફડી સર્જાય આગ પર કંટ્રોલ કરવા માટે રાજુલા નગરપાલિકા ફાયર ટીમ પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ સહિત આસપાસના ફાયર ટીમોને બોલાવી આગ પર કંટ્રોલ મેળવ્યો મોટી દુર્ઘટના ન સર્જાય અને સલામતી માટે પોલીસ એ બંને સાઈડ થોડીવાર માટે કોર્ડન કરી માર્ગ બંધ રાખ્યો અંદાજિત કલાક સુધી વાહન વ્યહાર બંધ કર્યો હતો. ઉપરાંત ટેન્કરમાં 5 હજાર લીટર પેટ્રોલ અન્ય મોટી માત્રામાં ડીઝલનો જથો આમ કુલ 20 હજાર જેટલું ડીઝલ-પેટ્રોલ સાથે હોવાથી આગ કલાકો સુધી ચાલતી જોવા મળી હતી. ટેન્કરમાં કોઈ શોર્ટસર્કિટ થવાના કારણે આગ ભીષણ સ્વરૂૂપ ધારણ કરતા ગભરાય જવાના કારણે ટેન્કર ચાલક નાચી છૂટ્યો હતો. હાલ રાજુલા પોલીસ જાણવાજોગ નોંધ કરી આગ કેવી રીતે લાગી? ટેન્કર ક્યાંથી ક્યાં જતું હતું? સહિતની દિશામાં ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.