રૈયા ચોકડીએ શ્રમિક બંધુને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

હુમલામાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા, પોલીસ તપાસ જારી શહેરમાં રૈયા ચોકડી પાસે સગા બે શ્રમિક ભાઇ ઉપર એક શખ્સે નજીવા પ્રશ્ર્ને હુમલો કરી…

હુમલામાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા, પોલીસ તપાસ જારી

શહેરમાં રૈયા ચોકડી પાસે સગા બે શ્રમિક ભાઇ ઉપર એક શખ્સે નજીવા પ્રશ્ર્ને હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ રૈયા ચોકડી પાસે પુલ નીચે રહેતા કનૈયા હીરાભાઇ બામણીયા (ઉ.વ.36) અને તેના મોટાભાઇ વિલામસિંગ હીરાભાઇ બામણીયા (ઉ.વ.40) સાથે રાધે નામના શખ્સે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વિલામસિંગ બામણીયા ગઇકાલે પરિવાર સાથે મધ્યપ્રદેશથી રાજકોટ આવ્યો હતો અને નાના કનૈયા બામણીયાને મળી અને તેની પાસેથી રૂપિયા લઇ સરધાર ગામે મજૂરી કરવા જવાનો હતો તે પૂર્વે જ હુમલાખોર શખ્સે બંને ભાઇઓ સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.