ગુજરાત

રાજકોટની યુવતીએ લીંબડીના સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું

Published

on

પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ

રાજકોટ રહેતા શ્રમજીવી પરિવારની યુવતીના લગ્ન સુરેન્દ્રનગર થયા હતા. ત્યાર બાદ સાસરિયાંના શારીરિક, માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. યોગ્ય સમયે સારવાર નહીં મળતાં પરિણીતાનું મૃત્યુ થયું હતું. પરિણીતાને મરવા મજબૂર કરનારા પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ ઘંટેશ્વર આવાસમાં રહેતા જગદીશભાઈ સિંધીની પુત્રી નિકીતાના લગ્ન સુરેન્દ્રનગર ફિરદોસ ચાર માળીયા ખાતે રહેતાં લખન નારાયણભાઈ મારવાડી સાથે તા.21/2/2021ના રોજ થયા હતા. લગ્ન બાદ નિકીતા તેના સાસરિયાઓ સાથે લીંબડી રહેવા આવી ગઈ હતી.


નિકીતાની નણંદ તેજલ પણ તેમની સાથે જ રહેતી હતી. લગ્ન બાદ થોડો સમય બધું સમુસુતરું ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ પતિ લખન, સાસુ ગંગા, નણંદ તેજલ નિકીતાને શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. તા.11/9/24એ નિકીતાએ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. નિકીતાને સારવાર માટે લીંબડી સરકારી હસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર લઈ ઘરે પરત આવી ગયો હતો.


બીજા દિવસે નિકીતાની તબિયત વધુ લથડતાં સુરેન્દ્રનગર લઈ જવામાં આવી હતી જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.


મૃતક નિકીતાના પિતા જગદીશભાઈએ જણાવ્યું કે, નિકીતાને ઝેરી દવાની અસર વધી ગઈ એટલે લીંબડી સરકારી હોસ્પિટલના ડોકટરે જમાઈ લખનને નિકીતાને અમદાવાદ કે રાજકોટ લઈ જવાની સલાહ આપી હતી. જ્યારે લખન નિકીતાને ઘરે લઈ ગયો જ્યાં નિકીતાની તબિયત વધુ લથડી હતી. યોગ્ય સમયે સારવાર મળી ગઈ હોત તો કદાચ મારી પુત્રી જીવતી હોત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version