મીતાણા ગામે યુવાનને કારચાલકે ઉલાળતા ઈજા
ઘાટીલા ગામની સીમમાં વાડીમાં 25 વર્ષીય યુવતી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે. માળિયા (મી.) ઘાટીલા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા ભાવનાબેન ડેરસિંગ ધાનકા (ઉ.વ.25) નામની યુવતી ગત તા. 26 ના રોજ સાંજે કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે જેતપર મચ્છુ ખસેડાઈ હતી અન ચાલુ સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
2 ટંકારા તાલુકાના પ્રભુનગર (મીતાણા) ગામે રહેતા જાદવજીભાઈ મુળજીભાઈ ભાગિયા (ઉ.વ.66) નામના વૃદ્ધે અર્તીગા કાર જીજે 10 ડીજે 6432 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 25-06 ના રાત્રીના અગિયારથી સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદીના પુત્ર જગદીશભાઈ જાદવજીભાઈ ભાગિયા (ઉ.વ.43) વાળા મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ગામની સીમમાં ફરિયાદીના ખેતરના શેઢે રોડ પર ઉભા હતા ત્યારે કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી જગદીશભાઈને હડફેટે લીધા હતા જગદીશભાઈને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
