ગુજરાત

જામનગર નજીક મસિતિયા રોડ પર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

Published

on

ખાલી-ભરેલ બાટલા સહિતની સામગ્રી સાથે દુકાન માલિકની ધરપકડ

જામનગરના મસિતિયા રોડ પર એક દુકાનમાંથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ સ્થાનિક પોલીસે ઝડપી લઈ એક શખ્સની મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.


જામનગરના દરેડમસીતિયા રોડ પર આલ્ફા સ્કૂલની પાછળ કે. કે. એજન્સી નામની દુકાનમાં પંચ બી પોલીસે દરોડો પાડયો હતો. અહીં મસિતિયા ગામનો આરીફ જુમાભાઈ ખફી નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ એક તથા બે નંગ ખાલી બાટલા અને રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂૂા. 4 હજારનો મુદામાલ કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version