જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી માર મારી પૈસા લીધાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મનીષ અગ્રવાલ રવિવાર રાત્રે પીએમ રૂૂમની આજુબાજુ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે એક શખસ 11.30થી 12ના દરમિયાન ડો.મનીષ અગ્રવાલને ધમકી આપી ઓનલાઈન રૂૂ. 5000 તબીબ પાસેથી પડાવી અને મારી નાંખવાની ધમકી આપી હતી. હોસ્પિટલ તંત્રે પોલીસને જાણ કરતા ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાયું હતું.ભોગ બનનાર તબીબ અને હોસ્પિટલના તબીબો બી-ડિવિઝન પોલીસ મથકે લૂંટ, માર મારવાની ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.
બીજી તરફ ગુનાને અંજામ આપનાર આરોપીને પણ પોલીસે ઝડપી તેના વિરૂૂદ્ધ ગુનો નોંધવા સહિતની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઘટનાને પગલે હોસ્પિટલની જુદી જુદી જગ્યાએ ચેક કરતા ઠેર ઠેર દારૂૂની બોટલ, બિયર, નશીલા પર્દાર્થની રાત્રે પ્રવૃતિઓ ચાલતી હોવાનું ધ્યાને આવ્યું હતું. પાર્કિંગ સ્ટેન્ડમાં દારૂૂની બોટલોનો નિકાલ કરાઇ રહ્યો છે.
હોસ્પિટલના વિસ્તારોમાં પેટ્રોલિંગનો અભાવ તેમજ સિકયુરીટીની ગાર્ડની નિશકાળજીના કારણે આવારા તત્વો બેફામ બની રહ્યા છે. સીડીએમઓ ડે.ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું હતું કે, સિક્યુરિટીની ફાળવણી કરાઈ છે. સિક્યુરિટી ગાર્ડના કારણે પડતી મુશ્કેલીઓથી જવાબદારને 10 વાર નોટિસ આપી છે. રાત્રે જે તબીબ સાથે ઘટના બની છે તે અંગે પોલીસમાં ફરિયાદ કરાશે. હોસ્પિટલના પીએમ રૂૂમની સામે બેઠકના સ્ટેન્ડમાં ગાંજા પીવાની ચલમ, તમાકુ, બાકસો સહિતની નશો કરવાની ચીજવસ્તુઓ જોવા મળી હતી. ખૂલ્લી જગ્યાઓમાં દારૂૂની ખાલી બોટલો મળી હતી.

