Site icon Gujarat Mirror

ગોંડલના ચોરડી ગામે માનસિક બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

ગોંડલ નાં ચોરડી ગામે સાંજ નાં સુમારે પરિણીતાએ પોતાનાં ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.માનશીક બિમારી થી કંટાળી પગલુ ભર્યા નું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ચોરડી રહેતા અને મજુરીકામ કરી જીવન નિર્વાહ ચલાવતાં મહેશભાઈ ધીરુભાઈ મકવાણા નાં પત્નિ કિરણબેન ઉ.35 સાંજે ચાર કલાકે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ જીવન નો અંત આણ્યો હતો.

બનાવ વખતે મહેશભાઈ બાજુનાં રુમ માં સુતા હતાં.થોડી કલાકો બાદ જાગીને બાજુની રુમ માં નજર કરતા પત્નિ કિરણબેન ગળાફાંસો ખાધેલી હાલત માં જોવા મળતા હતપ્રત બન્યા હતાં. બાદ માં પરીવાર ને જાણ કરતા ભાઇ સહીત નો પરીવાર એકઠો થઇ ગયો હતો.

બનાવ અંગે પોલીસ ને જાણ કરાતા તાલુકા પોલીસ નાં કિશનભાઇ આહીર દોડી આવી કિરણબેન નાં મૃતદેહ ને ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસ સુત્રોનાં જણાવ્યાં મુજબ કિરણબેન છેલ્લા દોઢ વર્ષ થી માનશીક બિમારી થી પીડાતા હતાં.તેમની દવા પણ ચાલુ હતી.

પરંતુ બીમારી થી કંટાળી ’મારે મરી જવુ છે’ નું રટણ કર્યા કરતા હતાં. મૃતક ને સંતાન માં બે દિકરા એક અગીયાર વર્ષ નો અને બીજો છ વર્ષ નો છે. બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યુ હતું.

Exit mobile version