Site icon Gujarat Mirror

મિલાપનગરમાં ટ્રાવેલ્સના સંચાલકની કારમાં છરી ભોંકી કાચમાં તોડફોડ કરતા ફરિયાદ

 

શહેરનાં યુનિ. રોડ પંચાયત ચોક પાસે મીલાપનગરમા રહેતા ટેકસી ડ્રાઇવીંગનો ધંધો કરતા નીરજસિંહ જયરાજસિંહ ઝાલા (ઉ.વ. ર8) એ પોતાની ફરીયાદમા કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે બાલાજી પાર્ક શેરી નં ર મા રહેતા જયદિપ મહાદેવભાઇ વામજા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદમા નીરજ સિંહએ જણાવ્યુ હતુ કે ટ્રાવેલ્સનો ધંધો કરે છે ગઇ તા 6 નાં રોજ રાત્રીનાં સમયે એકાદ વાગ્યે આટકોટથી ગાડી લઇ પોતાનાં ઘર પાસે શેરીમા પાર્ક કરી હતી ત્યારે બપોરનાં સમયે ભાગીદાર સંજય રાઠોડને ફોન આવ્યો કે આપણી ગાડીનાં ચારેય ટાયરમા છરીનાં ચેકા મારેલા જોવા મળે છે અને કારની પાછળનો કાચમા નુકસાન થયેલુ છે. જેથી નીરજસિંહને જયદિપ પર શંકા જતા ફરીયાદમા જણાવ્યુ હતુ કે જયદીપે ગઇ પ તારીખે ફોન કરી ગાળો આપી હતી અને રસ્તામા પતાવી દેવાની ધમકી આપી હતી.

Exit mobile version