રાજકોટમાં પોલીસનો નથી રહ્યો ખૌફ: બાબરિયા કોલોનીમાં છરી-સિગારેટ સાથે ટપોરીઓનો ‘ડાન્સ’

  રાજકોટ શહેરમા રોજ બરોજ જાહેરમા વાહન પર જોખમી સ્ટંટનાં વીડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે અને દારૂની મહેફીલનાં વીડીયો પણ સોશ્યલ મીડીયામા ફરતા…

 

રાજકોટ શહેરમા રોજ બરોજ જાહેરમા વાહન પર જોખમી સ્ટંટનાં વીડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે અને દારૂની મહેફીલનાં વીડીયો પણ સોશ્યલ મીડીયામા ફરતા થાય છે ત્યારે કોઠારીયા રોડ પર આવેલા બાબરીયા કોલોનીમા 3 શખ્સો જેનાં હાથમા છરી અને સિગારેટ હોય તે સાથેનો ડાન્સ કરતો વીડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો છે આ ત્રણેય શખ્સો દારૂનાં નશામા ડાન્સ કરતા હોય તેવુ લોકોમા ચર્ચાઇ રહયુ છે. ત્યારે આ ટોળકી વિરુધ્ધ કાર્યવાહી કરી કાયદાનુ ભાન કરાવવામા આવે તેવી લોકોમા માંગ ઉઠી છે.

–