સૌરાષ્ટ્ર

જોડિયાના ભાદરા પાટિયા પાસે ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત

Published

on

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાદનપર ગામના રહેવાસી બાઈક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું છે. પોલીસે ટ્રક (ડમ્પર) ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના બાદનપર ગામમાં રહેતો પ્રાંજલ ધનજીભાઈ સંતોકી નામનો યુવાન પોતાનું મોટરસાયકલ લઈને ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ભાદરા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન પાછળથી પુરઝડપે આવી રહેલા જીજે 36-ટી 0284 નંબરના ડમ્પર ના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક પ્રાંજલ સંતોકીનું ગંભીર ઇજા થવાના કારણે બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના કાકા લાલજીભાઈ છગનભાઈ સંતોકીએ જોડિયા પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે ડમ્પર ના ચાલક જનકસિંહ રણજીતસિંહ સોલંકી સામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધ્યો છે, અને ટ્રક કબ્જે કરી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version