રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓટોમેટેડ ટેલર મશીનો (અઝખ) અને પોઈન્ટ-ઓફ-સેલ (ઙજ્ઞજ) ટર્મિનલ દ્વારા રોકડ ઉપાડ અંગેની તેની તમામ હાલની સૂચનાઓને એક જ ’માસ્ટર ડિરેક્શન’માં એકીકૃત કરી છે. પરિણામે, 2008 અને 2022 ની વચ્ચે જારી કરાયેલા 17 પરિપત્રો રદ કરવામાં આવ્યા છે.
આ નવા નિર્દેશો હેઠળ, બેંકોએ ગ્રાહકોને તે મહિના દરમિયાન તેમણે કેટલા ’મફત ATM વ્યવહારો’નો ઉપયોગ કર્યો છે અને ત્યારબાદના વ્યવહારો પર કેટલો શુલ્ક લાગશે, તે અંગે જાણ કરવી જરૂૂરી છે. વધુમાં, બેંકોએ સ્પષ્ટપણે જણાવવું પડશે કે ATM ’મેટ્રો’ (મહાનગર) વિસ્તારમાં છે કે ’નોન-મેટ્રો’ (બિન-મહાનગર) વિસ્તારમાં, જેથી ગ્રાહકો તેમની મફત વ્યવહાર મર્યાદાઓને વધુ સારી રીતે સમજી શકે.
આ નિર્દેશો ક્યારથી અમલમાં આવશે? RBIના નવા નિર્દેશો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે અને તે તમામ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, અધિકૃત પેમેન્ટ સિસ્ટમ પ્રદાતાઓ અને સિસ્ટમ સહભાગીઓને લાગુ પડે છે. RBIએ બેંકો માટે એક એવી વ્યવસ્થા લાગુ કરવાનું ફરજિયાત બનાવ્યું છે, જેના દ્વારા ગ્રાહકોને જાણ કરી શકાય કે તેમણે આપેલ મહિનામાં કેટલા મફત વ્યવહારો (transactions) પૂર્ણ કર્યા છે અને ત્યારબાદના વ્યવહારો પર કેટલો ચાર્જ લાગી શકે છે.
ATM ચલાવતી બેંકોએસ્ક્રીન પરના સંદેશાઓ, સ્ટીકરો અથવા પોસ્ટરો દ્વારાતે સ્પષ્ટ કરવું પડશે કે ATM મેટ્રો (મોટા શહેરો) વિસ્તારમાં છે કે નોન-મેટ્રો વિસ્તારમાં. સંભવિત વિવાદોને ઘટાડવા માટે, તેમણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના ડેટાબેઝમાં દરેક અઝખના સ્થાન(location) ) અંગેની માહિતી સચોટ અને અદ્યતન(up-to-date) હોય.
નોંધનીય છે કે ATM દ્વારા કરવામાં આવતા મફત વ્યવહારોની હાલની મર્યાદાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બચત ખાતા (savings account)ં ધરાવતા ગ્રાહકો પોતાની બેંકના ATM પર દર મહિને 5 મફત વ્યવહારો (જેમાં નાણાકીય અને બિન-નાણાકીય બંને પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે) કરી શકે છે.
અન્ય બેંકોના ATM પર વ્યવહાર કરવા માટે, ગ્રાહકોને મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 મફત વ્યવહારોની છૂટ મળે છે. મહત્વની વાત એ છે કે, જો ગ્રાહક પોતાની બેંક અને અન્ય બેંકોબંનેના અઝખનો ઉપયોગ કરે, તો પણ મફત વ્યવહારોની કુલ મર્યાદા 5 જ રહેશે.
