રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર નિર્માતા નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારીની મહાકાવ્ય ફિલ્મ ’રામાયણ’ (છફળફુફક્ષફ ખજ્ઞદશય) ની વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર સુનામી અટકવાનું નામ નથી લઈ રહી. સિનેમાઘરોમાં ફિલ્મને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલાં જ આ ફિલ્મે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ગુરુવારે રિલીઝના 22મા દિવસે પણ ફિલ્મે શાનદાર કલેક્શન કરીને વિશ્વભરમાં ₹1,777 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે તે 1,800 કરોડની ક્લબમાં સામેલ થવાથી માત્ર એક ડગલું દૂર છે. ભારતીય પ્રેક્ષકોની સાથે-સાથે વિદેશી દર્શકોમાં પણ ’રામાયણમ’ નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે માત્ર 22 દિવસમાં ₹592 કરોડની કમાણી કરી લીધી છે અને તે વિદેશમાં 600 કરોડની ક્લબની એકદમ નજીક પહોંચી ગઈ છે.
વિદેશમાં ‘રામાયણમ’નું કલેક્શન
અમેરિકા : ₹266.09 કરોડ
યુનાઇટેડ કિંગડમ : ₹55 કરોડ
યુએઈ : ₹46 કરોડ
ઓસ્ટ્રેલિયા: ₹43 કરોડ
થાઈલેન્ડ: ₹16 કરોડ
મલેશિયા: ₹14.5 કરોડ
નેપાળ: ₹12.7 કરોડ
ઇન્ડોનેશિયા: ₹10.2 કરોડ
નેધરલેન્ડ: ₹5.2 કરોડ
કંબોડિયા: ₹3 કરોડ
