વિપક્ષો ઓબીસી અનામત મુસ્લિમોને આપશે: બંધારણ દિને મોદીનો વિપક્ષ પર ધારદાર પ્રહાર

આજે બાંધરણ દિવસે પણ શાસક અને વિપક્ષે એને રાજકીય મુદ્દો બનાવ્યો છે. એનડીએ, વિશેષ કરીને ભાજપ આજે દેશભરમાં સંવિધાન ગૌરવ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે…

આજે બાંધરણ દિવસે પણ શાસક અને વિપક્ષે એને રાજકીય મુદ્દો બનાવ્યો છે. એનડીએ, વિશેષ કરીને ભાજપ આજે દેશભરમાં સંવિધાન ગૌરવ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ સંવિધાન રક્ષા દિવસ તરીકે કાર્યક્રમો યોજી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે નિવેદનો કરી એકબીજા પર પ્રહારો કરી શાબ્દીક એન્કાઉન્ટર કર્યું હતું.

એક વિશેષ લેખમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે મારા સહીત કરોડો ભારતીયો માટે બંધારણ આપણી જીવનની યાત્રાનો એક અભિન્ન હિસ્સો છે. તેમણે સરકારની સિધ્ધીઓ વર્ણવવા સાથે નાગરિકોને તેમની ફરજની યાદ દેવડાવી હતી. કોંગ્રેસ પર આડકતરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે, ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરતરફ કરવા માટે કલમ 356નો વારંવાર કરવામાં આવેલો દુરુપયોગ એક અન્ય ચિંતાજનક પ્રકરણ છે. એક પક્ષના નામે લગભગ સો વખત કલમ 356 લાગુ કરવાનો શરમજનક રેકોર્ડ છે, અને એક ભૂતપૂર્વ વડાપ્રધાને તો આ બાબતમાં ’અડધી સદી’ (50 વખત) પૂરી કરી દીધી હતી.

તેમણે અન્ય મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું કે સૌથી આઘાતજનક બાબત એ છે કે વિરોધ પક્ષનો સૌથી મોટો પક્ષ ઘઇઈ અનામત ઘટાડવા અને મુસ્લિમ અનામત લાવવા માંગે છે; જ્યારે આપણા બંધારણના ઘડવૈયાઓ, ખાસ કરીને ડો. બાબાસાહેબ આંબેડકર, આવી બાબતોની સખત વિરુદ્ધ હતા. આપણા બંધારણના ઘડતરમાં યોગદાન આપનારી અસાધારણ મહિલાઓને યાદ કર્યા વિના તેની યાત્રા અધૂરી ગણાશે. પરંતુ, આ વર્ષની શરૂૂઆતમાં જે બન્યું તે આપણા સૌ માટે શરમજનક બાબત છે. ધારાસભાઓમાં મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલા એક ખરડાને વિરોધ પક્ષ દ્વારા પસાર થવા દેવામાં આવ્યો નહીં; હું ભારતની ’નારી શક્તિ’ને ખાતરી આપું છું કે, તેમને ન્યાય મળે તે સુનિશ્ચિત કરતા આપણને કોઈ રોકી શકશે નહીં.

બીજી તરફ, વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ’બંધારણ દિવસ’ નિમિત્તે આપેલા સંદેશમાં બંધારણને ભારતનો લોકશાહી પાયો અને અન્યાય સામેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર ગણાવતા, કોઈપણ સંજોગોમાં તેનું રક્ષણ કરવાનો સંકલ્પ લીધો હતો. ગુરુવારે ’એકસ’ (ટ્વિટર) પર એક પોસ્ટમાં, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ એ ભારતની લોકશાહીનો પાયો અને અન્યાય સામેનું એક શસ્ત્ર છે. અહેવાલ મુજબ, ગાંધીએ કહ્યું, ભારતનું બંધારણ માત્ર એક પુસ્તક નથી; તે રાષ્ટ્રનો આત્મા છે. તે દરેક નાગરિકની ગરિમા માટે એક ઢાલ છે, દરેક અવાજની તાકાત છે, અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા તથા બંધુત્વનું રક્ષક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *