‘ફાઈનલી શી ઇઝ માઇન’ હાર્દિકની પોસ્ટથી હોબાળો

મહિકા શર્મા સાથે સગાઇ કરી લીધાની અફવાને વેગ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવા દાવા…

મહિકા શર્મા સાથે સગાઇ કરી લીધાની અફવાને વેગ

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે સગાઈ કરી લીધી છે. આ અફવાઓને વેગ આપ્યો એક વાયરલ ફોટાએ, જેમાં બે હાથ એકબીજાને પકડેલા જોવા મળે છે અને એક હાથમાં મોટી હીરાની વીંટી દેખાય છે. તસવીર સાથે લખવામાં આવ્યું હતું, ‘Finally She Is Mine’ એટલે કે ’આખરે તે મારી થઈ’.

આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકોએ બંનેને અભિનંદન આપવાનું શરૂૂ કરી દીધું હતું.કેટલાક લોકોએ માહિકાને ’ભાભી’ કહીને આવકાર્યા તો કેટલાકે કપલના લગ્નની તારીખ જાહેર કરવાની માંગ પણ કરી. હાલમાં હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની સગાઈ થઈ હોવાના કોઈ સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી. મીડિયાના અહેવાલ મુજબ, બંનેમાંથી કોઈએ પણ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈ અંગે આવી કોઈ પોસ્ટ કે સ્ટોરી શેર કરી નથી. આથી, ’ઋશક્ષફહહુ જવય ઈંત ખશક્ષય’ લખેલી વાયરલ તસવીરને હાર્દિકની સત્તાવાર સગાઈની જાહેરાત માનવી યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *