TVFની લોકપ્રિય વેબ સિરીઝ ’પંચાયત’ના નવા સીઝનનું ટ્રેલર સામે આવી ગયું છે, જેની સાથે જ ચાહકોની લાંબી રાહનો અંત આવ્યો છે. ઘર-ઘરમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી આ સિરીઝ હવે પોતાના પાંચમા સીઝન સાથે ફુલેરા ગામની નવી વાર્તા લઈને પરત ફરી છે. અગાઉના પ્રધાનના ચૂંટણીમાં બ્રિજભૂષણ દુબે અને મંજુ દેવીને મોટો આંચકો લાગ્યો હતો અને પ્રધાનની ખુરસી સરકીને હવે ’બનરાકસ’ ભૂષણ અને ક્રાંતિ દેવીના હાથમાં આવી ગઈ છે.
નવા સીઝનમાં ફુલેરા ગામનો માહોલ સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળી રહ્યો છે. પંચાયત સીઝન 5 ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે પ્રધાનની ચૂંટણી હારવાનો ગમ બ્રિજભૂષણના મનમાંથી હજુ ઓસર્યો નથી. સચિવ અભિષેક માટે હવે ભૂષણ જ નવા પ્રધાન છે, અને અભિષેક તથા વિકાસ અત્યારથી જ તેમના માટે કામ કરતા દેખાય છે. નવા પ્રધાન ભૂષણ અને ક્રાંતિ દેવીએ બ્રિજભૂષણનું જીવવું મુશ્કેલ કરવાનું શરૂૂ કરી દીધું છે, અને છેલ્લા ચાર સીઝનથી જોવા મળતા દારૂૂના અડ્ડા પર પણ હવે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભૂષણ અને તેની ટોળી સચિવ અભિષેકને પોતાની સાથે દરેક જગ્યાએ ફેરવી રહી છે અને વિવિધ રીતે હેરાન કરી રહી છે. નવા પ્રધાનની હરકતોથી કંટાળીને સચિવના મનમાં ગામ છોડીને જવાનું વિચાર આવે છે, પરંતુ તે પોતાના પ્રેમ રિંકીને છોડીને જઈ શકે તેમ નથી. ઘઝઝ પ્લેટફોર્મ પર પંચાયતના અગાઉના ચારેય સીઝને જબરદસ્ત સફળતા મેળવી છે અને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે.
