કવર પેજ પર આલિયા ભટ્ટ, આર્યનખાન, શ્રીમતી પાયલ કાપડીયા, પવનકુમાર ચંદનાને સ્થાન, 12 ડિસેમ્બરે મુંબઇમાં યોજાશે ગાલા ઇવેન્ટ
103 વર્ષ જૂની વૈશ્વિક મીડિયા બ્રાન્ડ ‘ટાઈમ’ (TIME) દ્વારા 19 નવેમ્બર, 2026ના રોજ ભારતનું ભવિષ્ય ઘડનારા 100 ઉભરતા નેતાઓની પ્રથમ ‘ટાઈમ 100 નેક્સ્ટ ઈન્ડિયા 2026’ (TIME100 Next India 2026) યાદી જાહેર કરવામાં આવી છે. ટાઈમ 100 નેક્સ્ટની આ પ્રથમ પ્રાદેશિક અને દેશ-વિશિષ્ટ આવૃત્તિ છે, જે પ્રીમિયર પાર્ટનર રિલાયન્સના સહયોગથી રજૂ કરવામાં આવી છે. આ યાદીમાં આર્ટિસ્ટ્સ, ફિનોમ્સ, ઈનોવેટર્સ, લીડર્સ અને એડવોકેટ્સ એમ પાંચ શ્રેણીઓ હેઠળ ભારતના 100 પ્રભાવશાળી વ્યક્તિત્વોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીની વિશેષ પ્રિન્ટ આવૃત્તિ 7 ડિસેમ્બર, 2026ના રોજ વિશ્વભરના ન્યૂઝસ્ટેન્ડ્સ પર ઉપલબ્ધ થશે, જ્યારે તેની ઉજવણી માટે 12 ડિસેમ્બર, 2026ના રોજ મુંબઈના જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટર ખાતે ભવ્ય ઉદ્ઘાટન ગાલા સમારોહ યોજાશે.
આ ઐતિહાસિક અંક માટે ત્રણ અલગ-અલગ વૈશ્વિક કવર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ કવર પર અભિનેત્રી શ્રીમતી આલિયા ભટ્ટ, બીજા કવર પર સ્કાયરૂૂટ એરોસ્પેસના સહ-સ્થાપક, સીઈઓ અને સીટીઓ પવનકુમાર ચંદના, જ્યારે ત્રીજા ગ્રુપ કવર પર ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક આર્યન ખાન, શ્રીમતી પાયલ કાપડિયા અને થેજા રિયોને સ્થાન મળ્યું છે. આ યાદીની ખાસિયત એ છે કે દરેક વિજેતા વિશે અન્ય જાણીતી હસ્તીઓએ લેખ લખ્યા છે, જેમાં એસ.એસ. રાજામૌલીએ શ્રીમતી આલિયા ભટ્ટ વિશે, વિશાલ ભારદ્વાજે આર્યન ખાન વિશે, એ.આર. રહેમાને ફહીમ અબ્દુલ્લા વિશે, અલ્લુ અર્જુને અનિરુદ્ધ રવિચંદર વિશે, આયુષ્માન ખુરાનાએ વૈભવ સૂર્યવંશી વિશે, ઈમ્તિયાઝ અલીએ વેદાંગ રૈના વિશે, શ્રીમતી ઋચા ચઢ્ઢાએ શ્રીમતી પાર્વતી તિરુવોથુ વિશે અને શ્રીમતી શ્રુતિ ગાંગુલીએ શ્રીમતી કની કુસૃતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે.
બિઝનેસ અને ટેક્નોલોજી ક્ષેત્રે પવનકુમાર ચંદના ઉપરાંત અલબિન્દર સિંહ ધીંડસા, પિયૂષ બંસલ (લેન્સકાર્ટ), તરુણ મહેતા (એથર એનર્જી), શ્રીમતી રાધિકા ગુપ્તા (એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ), નિખિલ કામથ, અવૈસ અહેમદ, શ્રીમતી અજૈતા શાહ, શ્રીમતી ક્લેર મઝુમદાર, કેશવ સૂરી, લિયો માવેલી, પ્રત્યુષ કુમાર, શ્રેય અગ્રવાલ, શ્રીમતી શ્રેયા મિશ્રા, સિવન સંતોષ અને શ્રીમતી તાન્યા સિંઘલ સામેલ છે. મનોરંજન અને સંગીત જગતમાંથી દિલજીત દોસાંઝ, અનિરુદ્ધ રવિચંદર, વિકી કૌશલ, અલી ફઝલ, શ્રીમતી અનુપર્ણા રોય, શ્રીમતી આરુષિ મુદગલ, શ્રીમતી ઈપ્સિતા ચક્રવર્તી સિંહ, ઈશાન ખટ્ટર, શ્રીમતી નયનતારા, પા. રંજીત, શ્રીમતી સાઈ પલ્લવી, વેદાંગ રૈના, ઝહાન કપૂર, અરિવુ, ફહીમ અબ્દુલ્લા, ઈશાન ઘોષ, શ્રીમતી જસલીન રોયલ અને પ્રતીક કુહાડની પસંદગી થઈ છે.
ફેશન, કલા, મીડિયા, સાહિત્ય અને પાકકળા ક્ષેત્રે અનંત ગોએન્કા, અનંત નાથ, શ્રીમતી મસાબા ગુપ્તા, શ્રીમતી રિતિકા ચોપરા, શ્રીમતી ભાવિતા માંડવા, ભવ્ય રમેશ, ચિંતન પંડ્યા, શ્રીમતી દેવી સીતારામ, શ્રીમતી દીપા બુલર-ખોસલા, શ્રીમતી દિયા જૌકાની, હુસૈન શહઝાદ, મયૂર વાયેડા, તુષાર વાયેડા, શ્રીમતી મીના કંદાસામી, શ્રીમતી મીરા દેવી, શ્રીમતી પદ્મા યાંગચન, પ્રતીક સાધુ, શ્રીમતી રિતિકા મર્ચન્ટ, સ્કાર્મા સોનમ તાશી, વિક્રાંત ભીસે અને ઝૈયદ મસરૂૂર ખાનનો સમાવેશ થાય છે. વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, રેવંત હિમતસિંઘકા, અનીશ માલપાણી, શ્રીમતી અંજના બદ્રીનારાયણન, ડો. અક્સા શેખ, શ્રીમતી આરાધના રાય ગુપ્તા, અસીમ સત્તાર, શ્રીમતી નીના ગુપ્તા, શ્રીમતી નેહા કાલે અને શ્રીમતી સૌમ્યા દબરીવાલને સ્થાન મળ્યું છે. જ્યારે સામાજિક પરિવર્તન માટે આકાશ સેઠી, શ્રીમતી ગ્રેસ બાનુ, કુલદીપ દાંતેવાડિયા અને શ્રીમતી શાહીન મલિકનું સન્માન કરાયું છે.
