આગામી અઠવાડિયે એક હાઈ-પ્રોફાઇલ લગ્ન થવા જઈ રહ્યા છે. IPLની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની CEO અને સન ગ્રૂપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનના 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન થવાના છે. કાવ્યા મારન દેશની સૌથી ચર્ચિત અને બિઝનેસવુમેનમાંની એક છે. કાવ્યા મારનના લગ્ન દક્ષિણ ભારતના પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર સાથે થવા જઈ રહ્યા છે. અનિરુદ્ધ સાઉથ સિનેમાનો સૌથી મોટો અને મોંઘા સંગીતકારોમાં ગણાય છે, જેણે ’કોલાવેરી ડી’થી લઈને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો અને ’જવાન’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ સુપરહિટ સંગીત આપ્યું છે.
કાવ્યા મારનના પિતા મોટા ઉદ્યોગપતિ છે, જ્યારે કાવ્યા IPL ટીમ સંભાળે છે. આ લગ્નમાં મોટા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો અને ખેલાડીઓનો જમાવડો લાગવાનો છે. લગ્નના કાર્ડ વહેંચવામાં આવી રહ્યા છે, કાવ્યાના પિતાએ પીએમ મોદીને પણ લગ્નમાં આવવાનું નિમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત લગ્નમાં અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ પહોંચી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે નિમંત્રણ કાર્ડ આપવામાં આવી રહ્યા છે, તેની કિંમત લગભગ 20 હજાર રૂૂપિયા છે. લગ્નનું કાર્ડ ખૂબ જ સુંદર છે. એક તરફ જ્યાં કલાનિધિ મારનનું સન ગ્રૂપ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટની દુનિયાનો બેતાજ બાદશાહ છે, તો બીજી તરફ અનિરુદ્ધ રવિચંદરનો પરિવાર પણ સિનેમા અને સંગીત જગત સાથે ઊંડા મૂળ ધરાવે છે. આ સ્થિતિમાં આ બંનેની જોડીનો બિઝનેસ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઘણો દબદબો જોવા મળી શકે છે.
હકીકતમાં, લગ્ન માટે ગ્રીસની પસંદગી કરવાના સમાચારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગ્રીસને આખી દુનિયામાં તેની પ્રાકૃતિક સુંદરતા, સફેદ ઇમારતો અને આકર્ષક દરિયાકિનારા માટે ઓળખવામાં આવે છે, જે કોઈપણ ડેસ્ટિનેશન વેડિંગ માટે એક ઉત્તમ અને શાનદાર બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે. અહીં હાજર લક્ઝરી રિસોર્ટ અને પ્રાઇવેટ વિલા VIP લગ્નો અને ખાનગી પાર્ટીઓના આયોજન માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે.
કાવ્યા મારન સન ગ્રૂપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે અને તેમની કંપનીની કુલ વેલ્યુ લગભગ 25000 કરોડ રૂૂપિયા જણાવવામાં આવે છે. અનિરુદ્ધ રવિચંદરની કમાણીની વાત કરીએ તો આ દરેક પ્રોજેક્ટ માટે 8 થી 10 કરોડ રૂૂપિયા સુધી ચાર્જ કરે છે. ભારતીય સિનેમામાં વર્તમાન સમયમાં આ સૌથી મોંઘો કમ્પોઝર છે.
અનિરુદ્ધ ફિલ્ટર કોફી સ્ટાર્ટઅપ VS Mani CO સાથે કો-ફાઉન્ડર અને બ્રાન્ડ એબેસેડર તરીકે જોડાયેલો છે. તે ટકીલા બ્રાન્ડ કજ્ઞભફ કજ્ઞસફનો કો-ક્રિએટર પણ છે. તેની કુલ સંપત્તિ 50 કરોડ રૂૂપિયા જણાવવામાં આવે છે.
કાવ્યા મારનની કુલ નેટવર્થ 409 કરોડ રૂૂપિયા છે, પરંતુ તે 25000 કરોડ રૂૂપિયાની વેલ્યુ વાળા ગ્રૂપ SUN TVની ઉત્તરાધિકારી છે. આ સાથે જ તે 18000 કરોડ રૂૂપિયાની વેલ્યુ વાળા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની માલિક પણ છે. કાવ્યા મારને ચેન્નઈના સ્ટેલા મોરિસ કોલેજમાંથી B.Comની ડિગ્રી મેળવી છે, આ ઉપરાંત ન્યૂયોર્ક યુનિવર્સિટીના લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસથી MBA પણ કર્યું છે.
