આંધ્રપ્રદેશને ફરી ધમરોળશે ‘મુરાસુ’ વાવાઝોડુ, ઓડિશા અને તમિલનાડુમાં હાઇ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું(Severe Cyclonic Storm) ’મુરાસુ’ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું…

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું(Severe Cyclonic Storm) ’મુરાસુ’ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું આજે રાત્રે (2 નવેમ્બર) 11:30 વાગ્યાથી 3 નવેમ્બરની સવારે 4:00 વાગ્યા દરમિયાન આંધ્રપ્રદેશના દક્ષિણી દરિયાકાંઠે નેલ્લોર અને નરસારપુર વચ્ચે (ઓંગોલની નજીક) લેન્ડફોલ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 થી 110 કિમી પ્રતિ કલાક અને ફાંકડા પવનોના કડાકા સાથે 120 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂકાઈ શકે છે.

વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ અને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે. ઉડ્ડયન સેવાઓ પ્રભાવિત: સંભવિત ખતરાને જોતા 20 કરતાં વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ઓડિશા સરકાર દ્વારા સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર ઝડપી બનાવવામાં આવ્યું છે. ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જેવા જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ તમિલનાડુના ચેન્નઈ અને તિરુવલ્લુર વિસ્તારમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે તથા ગઉછઋ ની ટીમોને તૈનાત કરાઈ છે.

ઈંખઉ દ્વારા માછીમારોને આગામી 4 નવેમ્બર સુધી બંગાળની ખાડી અને આંધ્ર-તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોમાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડાના પ્રભાવ હેઠળ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સંભવિત નુકસાનને રોકવા માટે તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *