શેરબજારમાં વહેલી દિવાળી: સેન્સેક્સમાં 1100-નિફટીમાં 260 અંકનો ઉછાળો

દિવાળીના તહેવાર પૂર્વે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશખબર સામે આવી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજાર ખૂલતાં જ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ…

દિવાળીના તહેવાર પૂર્વે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશખબર સામે આવી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજાર ખૂલતાં જ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ મજબૂત બઢત સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

આજે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં આશરે 1100 પોઈન્ટ નો મોટો ઉછાળો નોંધાયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ના નિફ્ટીમાં પણ 260 પોઈન્ટ ની મજબૂતી જોવા મળી છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, સેન્સેક્સ શુક્રવારના બંધ સામે 75,178.24 ના મથાળે ખૂલીને ઊંચામાં 75,577.06 સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ગઈકાલના બંધ 23,053.10 ની સામે 23,350.30 ના સ્તરે આગળ વધી રહ્યો છે. મિડકેપ નિફ્ટી તેમજ બેંક નિફ્ટીમાં પણ ખરીદી જોવા મળી રહી છે.

તેજી પાછળના મુખ્ય કારણોમાં જોઈએ તો બજાર નિષ્ણાતોના મતે, આ અચાનક આવેલી તેજી પાછળ કેટલાક સકારાત્મક આર્થિક પરિબળો જવાબદાર છે. દેશમાં જીએસટી રેવેન્યુ કલેક્શન સતત મજબૂત રહેવાથી અર્થતંત્રની મજબૂતાઈ છતી થઈ છે, જેની સીધી અસર બજાર પર પડી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારતીય અર્થતંત્રને મોટો રાહત મળી છે, જેનાથી ફુગાવાનો ડર ઓછો થયો છે. દિવાળી અને તહેવારોની સિઝનને કારણે ઓટોમોબાઈલ, રિટેલ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં ખરીદી વધવાની આશાએ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

દિવાળી પહેલા બજારમાં આવેલા આ ઉછાળાથી રોકાણકારોના ચહેરા પર રોનક આવી ગઈ છે અને આગામી દિવસોમાં પણ બજાર સકારાત્મક રહેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે 1100 પોઇન્ટ સેન્સેક્સ વધ્યા પછી બપોર બાદ થોડુક કરેક્શન આવીને હાલ 900 પોઇન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે 116 ડોલર પર ક્રૂડ પહોંચ્યા બાદ હાલ ક્રૂડ નો ભાવ 190 ડોલર પર આવી ગયો છે. જેનો સીધો ફાયદો શેરબજારને પણ થયો છે.

ચાંદીમાં 3000 અને સોનામાં 600નો વધારો
કોમોડિટી વાયદા બજારમાં આજે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં તેજીનું જોર જોવા મળ્યું છે. દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો નજીક છે ત્યારે વૈશ્વિક તેમજ સ્થાનિક પરિબળોની અસરે રોકાણકારોમાં ખરીદીનો માહોલ જોવા મળતા સોના અને ચાંદીના વાયદામાં ઉછાળો નોંધાયો છે, જેમાં ખાસ કરીને ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે વાયદા બજાર ખુલતાં જ ચાંદીમાં પ્રતિ કિલોએ 2793 રૂૂપિયાનો કુલ ઉછાળો આવ્યો હતો. જ્યારે સોનું પણ પ્રતિ ગ્રામ 580 રૂૂપિયા મોંઘુ થયું હતું. ચાંદી પડી એક લાખ 80 હજારની સપાટી કુદાવી છે અને હાલ ₹1,82,000 પર જોવા મળી રહે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *