વિનેશ ફોગાટ અંગે નિર્ણય લેવા ફેડરેશનને હાઇકોર્ટની તાકીદ

મહિલા રેસલર વિનેશ ફોગાટને પ્રતિબંધિત ડ્રગ્સને લગતા નિયમોનો કથિત ભંગ કરવા સંબંધમાં તેમ જ ગેરવર્તન બદલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા તરફથી જે બે કારણદર્શક નોટિસ…

મહિલા રેસલર વિનેશ ફોગાટને પ્રતિબંધિત ડ્રગ્સને લગતા નિયમોનો કથિત ભંગ કરવા સંબંધમાં તેમ જ ગેરવર્તન બદલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા તરફથી જે બે કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે એના પર બે અઠવાડિયાની અંદર નિર્ણય લઈ લેવાનો દિલ્હી હાઈ કોર્ટે ફેડરેશનને આદેશ આપ્યો છે. ફોગાટની પિટિશન બાબતમાં જસ્ટિસ અમિત મહાજને પસાર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે કોઈ પણ સ્પર્ધા પહેલાં સ્પોર્ટ્સપર્સન માટે માનસિક રાહત જરૂૂરી હોય છે. બીજી રીતે કહીએ તો માનસિક રીતે તેની પૂરી ફિટનેસ હોવી આવશ્યક છે.

ન્યાયાધીશે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે નવમી મે અને 17મી જૂને મોકલવામાં આવેલી નોટિસ વિશેનો જવાબ 20મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી ગુપ્ત રાખવામાં આવશે. ફોગાટના ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આગામી સ્પર્ધામાં ફોગાટના ભાગ લેવા સામે કોઈ અંતરાયો તો નથી, પરંતુ તેને ડર રહ્યા કરે છે કે ભાવિ સ્પર્ધાની શરૂૂઆત પહેલાં કોઈ પ્રકારનો નિર્ણય તેની વિરુદ્ધમાં આવશે તો? ‘ફોગાટ આગામી ડિસેમ્બરની મધ્યમાં એક રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *