રણવીરની રામાયણના ક્રેઝ સામે ગોડઝિલાની રિલીઝ મુલતવી

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અભિનીત અત્યંત અપેક્ષિત અને પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ ’રામાયણ: ભાગ 1’ ના આગમનને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો…

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અભિનીત અત્યંત અપેક્ષિત અને પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ ’રામાયણ: ભાગ 1’ ના આગમનને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના પ્રચંડ ક્રેઝ અને દિવાળીના સમયગાળાને ધ્યાનમાં રાખીને સિનેમાઘરોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાી છે કે હોલીવુડ તથા જાપાનીઝ સિનેમાની જાણીતી ળેન્ચાઇઝી ’ગોડઝિલા’ ફિલ્મના નિર્માતાઓએ પણ ભારતમાં પોતાની ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવો પડ્યો છે.6 નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થનારી જાપાનીઝ ફિલ્મ ’ગોડઝિલા: માઈનસ ઝીરો’ને ભારતમાં તેની રિલીઝ મુલતવી રાખવી પડી છે.

અહેવાલો મુજબ, ’રામાયણ’ના ભારે ક્રેઝના કારણે ભારતભરની મોટાભાગની પ્રીમિયમ IMAX સ્ક્રીનો પર આ પૌરાણિક ફિલ્મે કબજો જમાવી લીધો છે. પરિણામે, ’ગોડઝિલા’ના નિર્માતાઓને પૂરતી સંખ્યામાં IMAX સ્ક્રીન ફાળવી શકાય તેમ ન હોવાથી ભારતીય બજારમાં ફિલ્મની રિલીઝ પાછળ ઠેલવાની ફરજ પડી છે.ભારતમાં ’ગોડઝિલા’ના વિતરણનું કામ સંભાળી રહેલી ઙટછ ઈંક્ષજ્ઞડ્ઢ કંપની દ્વારા હાલમાં નવી રિલીઝ તારીખ નક્કી કરવા પર ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જેથી આ શાનદાર ફિલ્મને દેશમાં પૂરતી સ્ક્રીન અને યોગ્ય પ્લેટફોર્મ મળી શકે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *