‘કોફી વિથ કરણ-9’માં સલમાનની 41 લાખની ઘડિયાળ ચર્ચામાં

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર પોતાની ફિલ્મો અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. હવે તેમની એક લક્ઝરી ઘડિયાળને લઈને ચર્ચા શરૂૂ થઈ છે. અહેવાલો અનુસાર,…

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર પોતાની ફિલ્મો અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. હવે તેમની એક લક્ઝરી ઘડિયાળને લઈને ચર્ચા શરૂૂ થઈ છે. અહેવાલો અનુસાર, સલમાન ખાન લોકપ્રિય ચેટ શો ’કોફી વિથ કરણ 9’માં જોવા મળ્યા ત્યારે તેમના કાંડા પર રહેલી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શો દરમિયાન સલમાન ખાને વાદળી રંગનો શર્ટ અને કાળા રંગની જીન્સ પહેરી હતી. તેમનો લુક સાદો હોવા છતાં તેમની ઘડિયાળ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા પ્રમાણે, સલમાન ખાનની આ ઘડિયાળની કિંમત અંદાજે 41 લાખ છે.

મળતી માહિતી અનુસાર, સલમાન ખાનના કાંડા પર અમેરિકાની જાણીતી લક્ઝરી બ્રાન્ડ ’જેકોબ એન્ડ કંપની’ ની ઘડિયાળ જોવા મળી હતી. આ બ્રાન્ડ પોતાની મોંઘી અને આકર્ષક ડિઝાઇનવાળી ઘડિયાળો તથા જ્વેલરી માટે વિશ્વભરમાં જાણીતી છે. તેની ઘડિયાળોમાં અનોખી કારીગરી, પ્રીમિયમ સામગ્રી અને આકર્ષક ડિઝાઇન જોવા મળે છે. કરણ જોહરનો ચેટ શો ’કોફી વિથ કરણ’ બોલિવૂડના જાણીતા કલાકારો સાથેની રસપ્રદ વાતચીત માટે લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *