3 દિવસમાં સોનું 6000 અને ચાંદી 18000 રૂપિયા તૂટી

સોના અને ચાંદીના વાયદા બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મોંઘવારીના ડેટા અને અમેરિકન ડોલરની વેલ્યૂ વધવાને કારણે સોના અને ચાંદી બજાર દબાણ હેઠળ…

સોના અને ચાંદીના વાયદા બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મોંઘવારીના ડેટા અને અમેરિકન ડોલરની વેલ્યૂ વધવાને કારણે સોના અને ચાંદી બજાર દબાણ હેઠળ આવી ગયું છે. ફેડ રેટ પણ વધવાની આશંકાઓને ધ્યાનમાં રાખીને સોના-ચાંદી બજાર તૂટતું દેખાઈ રહ્યું છે.

જોકે 3 દિવસના વાયદા બજારના આંકડાઓની વાત કરીએ તો સોનામાં 5969 તો ચાંદીમાં 17893 રૂૂપિયા સુધી અત્યાર સુધી કડાકો બોલાઈ ચૂક્યો છે. ઓક્ટોબર મહિનાની જ વાત કરીએ તો ચાંદીમાં 38,000 નો ઘટાડો નોંધાયો છે.

જો વાયદા બજારમાં સોનાની વાત કરીએ તો 3 દિવસ પહેલા સોનું 151596 ની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. જોકે 3 દિવસ બાદ તેની લોઅર સપાટી 145627 નોંધાઈ હતી જેના પરથી કહી શકાય કે સોનામાં 5969 રૂૂપિયાની ઉથલપાથલ થઇ. જોકે સતત ત્રણ દિવસના ઘટાડા બાદ આજે સોનું પ્રતિ દસ ગ્રામ 1802 રૂૂપિયા સુધી પ્લસ થયું હતું. જે રોકાણકારોને થોડીક રાહત આપે તેમ છે.

જોકે ચાંદીમાં વળતા પાણી જેવી સ્થિતિ દેખાઈ રહી છે. ચાંદી 3 દિવસમાં લગભગ 17893 રૂૂપિયા જેટલી તૂટી ગઇ હતી. ત્રણ દિવસ પહેલા ચાંદી 225864 ની ટોચે ટ્રેડ થઈ રહી હતી. જોકે 3 દિવસના સતત કડાકા બાદ ચાંદીએ 207971 ની લોઅર સપાટી બનાવી હતી. જે દર્શાવે છે કે ચાંદીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. જોકે આજની વાત કરીએ તો ચાંદી આજે સામાન્ય એવા વધારા એટલે કે 1612 રૂૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઇ રહી છે.

જોકે આજે સોનામાં 2000 રૂૂપિયાનો વધારો નોંધાયો હતો જ્યારે ચાંદીમાં પણ 3200 નો વધારો નોંધાતા બંને ધાતુમાં આજે સુધારો જોવા મળ્યો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં લંડન મેટલ એક્સ્ચેન્જમાં પણ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એલએમઈમાં સોનાના ફ્યુચર 4171.55 ડોલર પર ટ્રેડ થયા હતા. ગઈકાલે રાત્રે સોનુ તૂટીને 4120 ડોલર સુધી પહોંચી ગયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સોનુ 5626 ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીથી હાલમાં 1400 ડોલર જેટલુ તૂટી ગયુ છે. વૈશ્ર્વિક રોકાણકારો સોના ચાંદીમાં સાવચેતી સાથે ખરીદી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *