એક્ટર ઇમરાન ખાનને CJP પ્રોટેસ્ટમાં જોડાવું ભારે પડ્યું!! ભારત છોડવા અપાઈ નોટિસ

એક્ટર ઇમરાન ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે ઇમરાન ખાનને નોટિસ જારી કરીને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાના નિર્દેશ આપ્યા છે. મળતી…

એક્ટર ઇમરાન ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે ઇમરાન ખાનને નોટિસ જારી કરીને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાના નિર્દેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ ઇમરાન ખાન 10 ઓક્ટોબરના રોજ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા એક વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન મુંબઈ પોલીસે ઇમરાન ખાનને કસ્ટડીમાં લીધા હતા. આ ઉપરાંત ઇમરાન ખાન 22 અને 23 જુલાઈના રોજ NEET પેપર લીકના વિરોધમાં યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાયેલા રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને 28 ઓક્ટોબર 2026 સુધીમાં ભારત છોડી દેવાની સત્તાવાર નોટિસ પાઠવી દીધી છે. વિદેશી નાગરિક હોવા છતાં દેશના આંતરિક રાજકીય આંદોલનમાં ભાગ લેવા બદલ આ મોટું એક્શન લેવામાં આવ્યું છે.

ઈમરાન ખાનને દેશ છોડી દેવા માટે નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ ‘ફોરેનર્સ એક્ટ’ (વિદેશી નાગરિક અધિનિયમ)ની કલમ ૭ અને ૨૯ હેઠળ જારી કરવામાં આવી છે. તેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે અભિનેતાએ ૨૮ ઓક્ટોબર પહેલા ભારત છોડી દેવું. આ નોટિસ મુંબઈ સ્થિત ‘ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ’ (FRRO) દ્વારા જારી કરવામાં આવી છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. આ બાબત સૂચવે છે કે ભારતમાં હવે આ અભિનેતા માટે પરિસ્થિતિ સામાન્ય રહેવાની શક્યતા ઓછી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *