નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી વોર ડ્રામા ફિલ્મ 1 ઑક્ટોબર, 2027ના રોજ રિલીઝ થશે અજય દેવગન દૃશ્યમની સફળતા સાથે પોતાની આગામી વોર ડ્રામા ફિલ્મ ’ચૌહાણ’ના શૂટિંગ માટે લદ્દાખના કારગિલ પહોંચ્યો છે. 23 વર્ષ બાદ અજય લદાખમાં પરત ફર્યો છે.
અજયે થોડા દિવસ પહેલાં કારગિલમાં શૂટિંગ શરૂૂ કર્યું છે. ફિલ્મનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યો આ સુંદર પર્વતીય વિસ્તારમાં ફિલ્માવવામાં આવશે.કારગિલમાં હાલ ઠંડીનું પ્રમાણ વધુ છે, જે ફિલ્મનાં દૃશ્યોને વાસ્તવિક બનાવશે.અજય દેવગન માટે લદ્દાખમાં શૂટિંગ કરવાનો આ પહેલો અનુભવ નથી. વર્ષ 2003માં જે. પી. દત્તાની વોર ફિલ્મ ’એલઓસી: કારગિલ’ના કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યોનું શૂટિંગ પણ તેમણે આ પર્વતીય વિસ્તારમાં કર્યું હતું. હવે લગભગ 23 વર્ષ બાદ તેઓ ફરી આ જ વિસ્તારમાં ફિલ્મના શૂટિંગ માટે પરત ફર્યા છે.’ચૌહાણ’નું દિગ્દર્શન નીરજ યાદવ કરી રહ્યા છે, જ્યારે જ્યોતિ દેશપાંડે, આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા નિર્માતા તરીકે જોડાયેલા છે.
