બોલિવૂડના શહેનશાહને KBC-18ના મંચ પર મળશે અનોખી બર્થ-ડે ગિફટ

આયુષ્માન દ્વારા સરપ્રાઇઝ, 11મીએ છે બીગ-બીનો જન્મદિવસ આયુષ્માન ખુરાના પોતાની આગામી ફિલ્મ ‘Udta Teer’ને પ્રમોટ કરવા માટે પોતાની કો-સ્ટાર સારા અલી ખાન સાથે ‘Kaun Banega…

આયુષ્માન દ્વારા સરપ્રાઇઝ, 11મીએ છે બીગ-બીનો જન્મદિવસ

આયુષ્માન ખુરાના પોતાની આગામી ફિલ્મ ‘Udta Teer’ને પ્રમોટ કરવા માટે પોતાની કો-સ્ટાર સારા અલી ખાન સાથે ‘Kaun Banega Crorepati 18’માં એક સ્પેશિયલ એપિયરન્સ આપવા માટે તૈયાર છે. મેકર્સ તરફથી જાહેર કરાયેલા એક નવા પ્રોમોમાં એક્ટરને હોસ્ટ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામના આપીને સરપ્રાઈઝ આપતા જોઈ શકાય છે. આયુષ્માન શોના બર્થડે સ્પેશિયલ એપિસોડમાં બોલિવૂડના ’શહેનશાહ’ માટે ક્લાસિક ગીત ’કભી-કભી મેરે દિલ મેં’ પણ ગાય છે અને તેનું આ સરપ્રાઈઝ અમિતાભ બચ્ચનને પણ ખૂબ પસંદ આવ્યું. અમિતાભ તા.11ના 84 વર્ષના થશે.

મેકર્સ તરફથી જાહેર કરાયેલા કેબીસી-18ના નવા પ્રોમોમાં એક સ્પેશિયલ ક્ષણની ઝલક મળે છે, જ્યાં આયુષ્માન ખુરાના એક રેડિયો જોકી બની જાય છે અને ક્લાસિક રેડિયો-હોસ્ટ સ્ટાઈલમાં અમિતાભ બચ્ચનનું સ્પેશિયલ ઈન્ટ્રોડક્શન આપે છે. તે ’કભી-કભી’ ગીત પણ ગાય છે, જે બિગ બીની ફિલ્મોમાંથી એક સાથે જોડાયેલું છે.

આયુષ્માન પોતાની સિગ્નેચર રેડિયો સ્ટાઈલમાં બિગ બીનું ઈન્ટ્રોડક્શન આપતા કહે છે, ’રેડિયો અંદાજમાં તમારું ઈન્ટ્રોડક્શન આપવામાં આવે ઊંઇઈ રેડિયો પર ’માન ન માન, મૈં હું આપકા આયુષ્માન! આ અમિતાભ બચ્ચનનો બર્થડે વીક છે, તો અઇ 84.0 પર આગળ જુઓ, બન્યા રહો.’ આ પછી તે મશહૂર ગીત ’કભી-કભી મેરે દિલ મેં’ ગાય છે અને ઓડિયન્સ તેની પર્ફોર્મન્સ માટે ચીયર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *