નમૂના એફ.એસ.એલ.માં મોકલી 66 બોટલનો નાશ કરાયો
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાવનગર એસ.ઓ.જી. (SOG) અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે ખાદ્ય માફિયાઓ સામે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મંજૂર થયેલી જાણીતી બ્રાન્ડ પ્રોડક્ટ રબને મળતી આવતી બનાવટી પ્રોડક્ટ્સ જેવી કે MF, JD, અને FD નામે વેચાણ કરતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર મનિષ ચૌધરી સાથે મળીને વરતેજ જી.આઈ.ડી.સી. સ્થિત Thermal fd mix fruit, નાના ખોખરા સ્થિત Jaldip soft drinks jb અને ભુંભલી સ્થિતRaj MF mix fruit પર દરોડા પાડ્યા હતા.
કાર્યવાહી દરમિયાન જરૂૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમજ સ્થળ પરથી કુલ 66 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. આ એકમોને ઈમ્પ્રુવમેન્ટ નોટીસ આપી વરતેજ અને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામાં આવી છે. એફ.એસ.એલ. (FSL) રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
