જંતરમંતર આંદોલન વખતે વિદ્યાર્થીઓની પડખે રહેનાર રકુલપ્રીત સિંહ પર ઇન્કમટેકસના દરોડા

તાજેતરમાં જ નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં તેમને ખુલ્લું સમર્થન આપીને ચર્ચામાં આવેલા બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ હાલમાં આવકવેરા વિભાગ(Income Tax Department)…

તાજેતરમાં જ નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં તેમને ખુલ્લું સમર્થન આપીને ચર્ચામાં આવેલા બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ હાલમાં આવકવેરા વિભાગ(Income Tax Department) ની કડક કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. 28 સપ્ટેમ્બર 2026 ના રોજ, મુંબઈ આવકવેરા વિભાગે રકુલ પ્રીત સિંહ, તેમના સસરા અને જાણીતા ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની, તેમના પતિ જેકી ભગનાની તેમજ પ્રખ્યાત ’પેનોરમા સ્ટુડિયોઝ’ સાથે સંકળાયેલા 12 જેટલા સ્થળો પર વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા ફિલ્મ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી કથિત નાણાકીય ગેરરીતિઓની શંકાના આધારે પાડવામાં આવ્યા છે. ખાસ કરીને ફિલ્મ નિર્માણના નામે ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવેલા નાણાં (overseas funds) ના વ્યવહારો આવકવેરા વિભાગના રડાર પર છે. ભગનાની પરિવાર લાંબા સમયથી ’પૂજા એન્ટરટેઈનમેન્ટ’ નામની પ્રોડક્શન કંપની ચલાવે છે અને પેનોરમા સ્ટુડિયોઝ પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ ધરાવે છે. હાલમાં આ તમામ સ્થળોએ વિભાગની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા કે ટેક્સ ઉલ્લંઘનની પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, જંતર મંતર પર વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યાના થોડા સમય બાદ જ રકુલપ્રીતસિંહ અને તેમના પરિવાર સાથે જોડાયેલા સ્થળો પર આ કાર્યવાહી થતાં સોશિયલ મીડિયા અને બોલિવૂડ વર્તુળોમાં અનેક તર્કવિતર્કો શરૂૂ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *