5 દિવસ બેકિંગ કામનું કયારેય વચન જ નથી આપ્યું, નાણા મંત્રાલયે રોન કાઢી

દેશભરમાં બેંક કર્મચારીઓ અને યુનિયનો પોતાની લાંબા સમયથી પ્રતિક્ષિત માંગણીઓ, ખાસ કરીને ’5-દિવસના વર્કિંગ વીક’ અને અન્ય મુદ્દાઓને લઈને આગામી 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની જોરદાર…

દેશભરમાં બેંક કર્મચારીઓ અને યુનિયનો પોતાની લાંબા સમયથી પ્રતિક્ષિત માંગણીઓ, ખાસ કરીને ’5-દિવસના વર્કિંગ વીક’ અને અન્ય મુદ્દાઓને લઈને આગામી 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની જોરદાર હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. આ હળતાળ અને બેંક યુનિયનોના દાવાઓ વચ્ચે હવે એક નવો જ અને મોટો ખુલાસો સામે આવ્યો છે, જેનાથી સમગ્ર મામલો વધુ ગરમાયો છે.આ સમગ્ર વિવાદ અને હડતાળના માહોલ વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રાલયના એક ઉચ્ચ સૂત્ર તરફથી ખૂબ જ મહત્વનું અને મોટું નિવેદન સામે આવ્યું છે.

મંત્રાલયના આ સૂત્રએ સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છે કે સરકારે ક્યારેય પણ દેશની વ્યાપારી બેંકો માટે અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ કામકાજ કરવા અંગેનું કોઈ વચન આપ્યું જ નહોતું. જ્યારે બેંકો અને કર્મચારીઓ વચ્ચે વેતન સંશોધનને લઈને વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે આ 5-દિવસીય વર્કિંગ વીકનો મુદ્દો ચર્ચાના એજન્ડામાં સામેલ જ નહોતો. એટલે કે આ વિશે ક્યારેય કોઈ સત્તાવાર બેઠકમાં ચર્ચા જ થઈ નથી.
નાણા મંત્રાલયના આ સૂત્રોએ વધુમાં જણાવતા કહ્યું કે, અમે બેંકો માટે પાંચ દિવસ કામકાજ કરવાનું ક્યારેય વચન આપ્યું નથી.

આ ક્યારેય વાટાઘાટોનો વિષય રહ્યો જ નથી. સૂત્રના જણાવ્યા મુજબ, આ મુદ્દા પર બે પક્ષો (એટલે કે મેનેજમેન્ટ અને યુનિયનો) વચ્ચે ન તો કોઈ પ્રકારનો કરાર થયો છે અને ન તો કોઈ સહમતિ સધાઈ છે.
નાણા મંત્રાલયનું સ્પષ્ટ માનવું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની આ માંગ ફક્ત બેંક કર્મચારી યુનિયનો દ્વારા પોતાની તરફથી એકતરફી રીતે ઉઠાવવામાં આવી છે. સરકાર કે બેંક મેનેજમેન્ટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં આ મુદ્દાને લઈને હવે હડતાળનું એલાન કરી દેવામાં આવ્યું છે, જે તદ્દન અયોગ્ય છે.

બીજી તરફ બેંક યુનિયનોનો દાવો આનાથી બિલકુલ વિપરીત છે. ‘ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ ક્ધફેડરેશન’ના જનરલ ગુપ્તરી રૂૂપમ રોયે મોટો દાવો કરતા જણાવ્યું છે કે, માર્ચ 2024 માં ‘ઈન્ડિયન બેંક્સ એસોસિએશન’ સાથે થયેલા દ્વિપક્ષીય વેતન સંશોધન કરાર હેઠળ જ 5-દિવસીય વર્કિંગ વીકને લઈને સહમતિ સધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *