કરણ જોહરને રાહત, કરોડોની GST નોટિસ બોમ્બે હાઇકોર્ટે ફગાવી

કોપિરાઇટ લાઇસન્સ પર GST ના મામલે 79.92 કરોડની ટેક્સ ડિમાન્ડ હતી બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરની પ્રોડક્શન કંપનીઓને જીએસટી સંબંધિત એક મહત્વના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી…

કોપિરાઇટ લાઇસન્સ પર GST ના મામલે 79.92 કરોડની ટેક્સ ડિમાન્ડ હતી

બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરની પ્રોડક્શન કંપનીઓને જીએસટી સંબંધિત એક મહત્વના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ધર્મા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ધર્માટિક એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સામે કરવામાં આવેલી આશરે 79.72 કરોડ રૂૂપિયાની ટેક્સ ડિમાન્ડને રદ કરી છે.

આ કેસનો મૂળ વિવાદ ફિલ્મોના કોપિરાઇટ લાઇસન્સ અને તેના પર લાગતા જીએસટી ના વર્ગીકરણ સાથે જોડાયેલો હતો. ટેક્સ વિભાગે ફિલ્મના ડિજિટલ ક્ધટેન્ટના લાઇસન્સિંગને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સોફ્ટવેર સાથે જોડીને વધુ દરે જીએસટી ની માંગ કરી હતી. કંપનીઓએ આ કાર્યવાહી સામે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જસ્ટિસ એમ.એસ. કર્ણિક અને જસ્ટિસ સંદીપ દાદાસાહેબ પાટીલની ડિવિઝન બેન્ચે બંને કંપનીઓની અરજીઓ પર ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે માત્ર ફિલ્મનું ક્ધટેન્ટ ડિજિટલ લિંક અથવા હાર્ડ ડિસ્ક દ્વારા આપવામાં આવે છે એટલા માટે તેને જીએસટી કાયદા હેઠળ આઇટી સોફ્ટવેર ગણાવી શકાય નહીં.

આ મામલો વર્ષ 2017-18થી 2020-21 સુધીના સમયગાળાની કેટલીક ફિલ્મ લાઇસન્સિંગ ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત હતો. ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઇનમેન્ટ ફિલ્મો, વેબ સિરીઝ તથા અન્ય ઑડિયો-વિઝ્યુઅલ ક્ધટેન્ટનું નિર્માણ કરે છે. ફિલ્મના નિર્માતા તરીકે કંપનીઓ પાસે સંબંધિત ફિલ્મોના કોપિરાઇટ સહિત વિવિધ બૌદ્ધિક સંપદા અધિકારો હોય છે. આ અધિકારોના આધારે કંપનીઓ અલગ-અલગ ડિસ્ટ્રિબ્યુટર, બ્રોડકાસ્ટર અથવા અન્ય પક્ષોને ચોક્કસ સમય અને વિસ્તાર માટે ફિલ્મના અધિકારો લાઇસન્સ કરે છે. આમાં થિયેટર, સેટેલાઇટ, ડિજિટલ અને અન્ય પ્રકારના અધિકારોનો સમાવેશ થઈ શકે છે. કંપનીઓનો મત હતો કે આવા વ્યવહારોને ફિલ્મોના કોપિરાઇટના લાઇસન્સિંગ તરીકે વર્ગીકૃત કરવા જોઈએ. પરંતુ રાજ્યના ટેક્સ અધિકારીઓએ આ વ્યવહારોના વર્ગીકરણ અંગે અલગ અભિગમ અપનાવ્યો હતો. અહીંથી જ સમગ્ર જીએસટી વિવાદ શરૂૂ થયો હતો.

આજના સમયમાં ફિલ્મ બિઝનેસ માત્ર થિયેટર સુધી મર્યાદિત રહ્યો નથી. એક જ ફિલ્મના થિયેટર, સેટેલાઇટ, ડિજિટલ, સ્ટ્રીમિંગ અને અન્ય પ્રકારના અધિકારો અલગ-અલગ પક્ષોને આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કોપિરાઇટ અને બૌદ્ધિક સંપદા અધિકારોનું જીએસટી હેઠળ યોગ્ય વર્ગીકરણ ફિલ્મ નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યુટરો બંને માટે મહત્વનું છે.

બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદામાં ક્ધટેન્ટની મૂળ પ્રકૃતિ અને તેને પહોંચાડવાની રીત વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સામે આવ્યો છે. તેથી ફિલ્મ અને ડિજિટલ ક્ધટેન્ટના લાઇસન્સિંગ સાથે જોડાયેલા વ્યવહારોમાં કાનૂની વર્ગીકરણ કેટલું મહત્વનું છે તે પણ આ કેસથી સમજાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *