IAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરી

  કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારીઓ સામે કાર્યવાહી (પ્રોસિક્યુશન) કરવા માટે જરૂૂરી કાયદાકીય મંજૂરી આપવા…

 

કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારીઓ સામે કાર્યવાહી (પ્રોસિક્યુશન) કરવા માટે જરૂૂરી કાયદાકીય મંજૂરી આપવા માટે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ સક્ષમ સત્તાધિકારી છે.

ન્યાયાધીશ એન. આનંદ વેંકટેશ સમક્ષ હાજર રહીને, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના સંયુક્ત સચિવ સુશીલ કુમાર પટેલે જણાવ્યું હતું કે ફાઇલો પહેલા સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ને તેમના અભિપ્રાય માટે મોકલવામાં આવે છે. અને ત્યારબાદ મંજૂરી મેળવવા માટે PMO ને મોકલવામાં આવે છે.
આ રજૂઆત કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કરવામાં આવી હતી. કોર્ટે જાણવા માંગ્યું હતું કે IAS અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવા માટે સક્ષમ સત્તાધિકારી કોણ છે અને ભ્રષ્ટાચારના કેસોમાં અમલદારો સામે કાર્યવાહી કરતા પહેલા આવી મંજૂરી મેળવવામાં આટલો લાંબો સમય કેમ લાગે છે.

ભૂતપૂર્વ અઈંઅઉખઊં મંત્રી એસ.પી. વેલુમાની સામે નોંધાયેલા ₹98.25 કરોડના કોર્પોરેશન ટેન્ડરની અનિયમિતતાના કેસમાં IAS અધિકારીઓ કે.એસ. કંદાસામી અને કે. વિજયા કાર્તિકેયન સામે કાર્યવાહી કરવાની મંજૂરી મેળવવામાં થયેલા વિલંબને લગતા કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વેંકટેશે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *