બબીતાને બચાવવા જેઠાલાલે કરી ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી

ટીવીનો સૌથી લોકપ્રિય અને ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોની હાજરીમાં નાના-મોટા ઝઘડાથી ચાહકો…

ટીવીનો સૌથી લોકપ્રિય અને ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોની હાજરીમાં નાના-મોટા ઝઘડાથી ચાહકો પણ ભરપુર મનોરંજન કરે છે. શોમાં જેઠાલાલ અને બબીતા જીની કેમિસ્ટ્રી હંમેશા લોકોની પસંદગી રહી છે. હવે હાલમાં મેકર્સે શોના લેટેસ્ટ એપિસોડની એક ફની ક્લીપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયો ક્લીપમાં જોઈ શકાય છે કે, બબીતાજી ટેબલની પાસે કાંઈ કામ કરતી હોય છે. તો જેઠાલાલ પોતું મારતો હોય છે.

જેનાથી ફ્લોર ખૂબ લપસણો થઈ જાય છે. આ દરમિયાન બબીતાજીનો પગ લપસી જાય છે અને તે સંતુલન ગુમાવે છે. બબીતાજી લપસે ત્યારે જેઠાલાલ કાંઈ પણ વિચાર્યા વગર આગળ આવી જાય છે. બબીતાજીને જમીન પર પડતા બચાવી લે છે. જેઠાલાલાનો આભાર માને છે. તેમજ કહે છે કે, જો તમે ન હોત તો તેને ખુબ ઈજા થઈ શકતી હતી. બબીતાજીને બચાવ્યા પછી જેઠાલાલ બબીતાજીના ખબર અંતર પુછે છે. અને તેને આરામથી બેસવાનું કહે છે. બબીતાજી કહે છે કે, તે બહાર જઈને દીવો રાખી આવે પછી પોતું મારશે. જેના પર જેઠાલાલ પોતાની ફની સ્ટાઈલમાં બોલે છે. બબીતાજી તમે પોતું કેવી રીતે કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *