‘ભરી કોર્ટમેં ગોલી મારેંગે’ ફેમ અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા

ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા…

ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શામલી કોતવાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સાંજના સમયે અંકિત બાલિયાન જિમમાં ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા જ કેટલાક બદમાશોએ તેમના પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂૂ કરી દીધો હતો. સતત ગોળીઓ વાગવાને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.મૃતક કલાકાર હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતા. તેઓ પોતાના જાણીતા ગીત ’ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ દ્વારા ભારે લોકપ્રિયતા મેળવી ચૂક્યા હતા.

વર્ષ 2023 માં શામલી ખાતે યોજાયેલા તેમના રોડ શોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેઓ મૂળ શામલીના બંતીખેડા ગામના રહેવાસી હતા.મળતી માહિતી અનુસાર, તેઓ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા. આ અચાનક થયેલી હત્યા પાછળ અંગત અદાવત કે કોઈ અન્ય કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *