ગુજરાતમાં મફત રાશન મેળવતા પરિવારો 4 વર્ષમાં 3 ગણા વધ્યા

ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રાશન મેળવતા પરિવારોની સંખ્યા 4 વર્ષમાં 3 ગણી વધી છે. સરકારે જાહેર કરેલી વિગતો મુજબ, 5 વર્ષમાં 25 લાખ…

ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રાશન મેળવતા પરિવારોની સંખ્યા 4 વર્ષમાં 3 ગણી વધી છે. સરકારે જાહેર કરેલી વિગતો મુજબ, 5 વર્ષમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને 136 લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરાયું છે. જોકે, લાભાર્થી વધવા છતાં અનાજ વિતરણનો જથ્થો ઘટ્યો છે.

અન્ન સુરક્ષા યોજના હેઠળ ગુજરાતમાં મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા ચાર વર્ષમાં ત્રણ ગણી થઈ છે. સરકારે આ અંગે વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું છે. જેમાં મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં, ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ચાર વર્ષ પહેલા અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા 3.06 લાખ હતી. જે 2025-26માં વધીને 9.20 લાખ સુધી પહોંચી છે. એટલે કે લાભાર્થી પરિવારોમાં ત્રણ ગણો વધારો થયો છે.
ગુજરાતમાં કુલ 39.65 લાખ લોકોને ઘઉં, ચોખા અને બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો કુલ ખર્ચ રૂૂ. 70 કરોડથી વધુ થવા જાય છે. જોકે રાજ્યમાં લાભાર્થી પરિવારોની સંખ્યા ભલે વધી રહી હોય, પરંતુ તેનાથી વિપરીત વિતરણ કરાતા અનાજના જથ્થાનું પ્રમાણ ઘટી રહ્યું છે! પાંચ વર્ષમાં અનાજના જથ્થાના પ્રમાણમાં અઢીથી ત્રણ ગણો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *