દિલ્હી એરપોર્ટ, હાઇકોર્ટ, ટ્રેનો સહિત 6 સ્થળે બોંબની ધમકી

દિલ્હી હાઈકોર્ટ સામે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા હાઈકોર્ટ, દિલ્હી મેટ્રો અને આઈજીઆઈ એરપોર્ટ સહિત અનેક સ્થળોને ઉડાવી…

દિલ્હી હાઈકોર્ટ સામે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા હાઈકોર્ટ, દિલ્હી મેટ્રો અને આઈજીઆઈ એરપોર્ટ સહિત અનેક સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. આ મામલો દિલ્હી પોલીસને જાણ કરવામાં આવ્યો છે, અને દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તેમના સંપર્કમાં છે. ’ખાલિસ્તાન’ ના નામે મોકલવામાં આવેલ આ ધમકીભર્યો ઈમેલ 15 ઓગસ્ટ પહેલા મળ્યો હતો.

ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે 15 ઓગસ્ટના રોજ બપોરે 2:11 વાગ્યે દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટ થશે. તેમાં 3:11 વાગ્યે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હી ખાલિસ્તાન બની જશે.” ધમકીભર્યા સંદેશમાં દિલ્હી હાઈકોર્ટ, દિલ્હી મેટ્રો અને અંબાલા જતી ટ્રેનોને નિશાન બનાવવાનો ઉલ્લેખ છે. તેમાં ’બબ્બર ખાલસા’ (પરમાર-કેનેડા)નો પણ ઉલ્લેખ છે.

ગૃહમંત્રી અમિત શાહ અને કોર્ટો અંગે પણ ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંજાબના જંડિયાલા ગુરુ સહિત અન્ય ઘણા સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે, અને ઈમેલને ટ્રેસ કરવા અને મોકલનારને ઓળખવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 15 ઓગસ્ટ માટે પાંચ વધારાના સ્થળો માટે બોમ્બ ધમકીઓ જારી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *