ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં વાંદરા ભગાવવા લંગૂર-નકલબાજ તૈનાત

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્યિનશિપ પહેલા તૈયારી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 17 ઑગસ્ટથી વર્લ્ડ બેડ્મિન્ટન ચેમ્પિયનશિપ શરૂૂ થશે. આ સ્ટેડિયમને લગભગ 20 કરોડ રૂૂપિયાના ખર્ચે રિનોવેટ…

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્યિનશિપ પહેલા તૈયારી

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 17 ઑગસ્ટથી વર્લ્ડ બેડ્મિન્ટન ચેમ્પિયનશિપ શરૂૂ થશે. આ સ્ટેડિયમને લગભગ 20 કરોડ રૂૂપિયાના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું છે. આ ટુનામેન્ટમાં સ્ટેડિયમની તમામ પ્રકારની સુવિધાઓ પર આયોજકોએ ધ્યાન આપ્યું છે.

બીજી બધી સુવિધાઓ તો ઠીક, પરંતુ આ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં વાંદરાઓનો ત્રાસ ન થાય એની બહુ ચિંતા થઈ રહી છે કેમ કે આ વર્ષની શરૂૂઆતમાં ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટ દરમ્યાન સ્ટેડિયમમાં વાંદરાઓ આવી ચડ્યા હતા અને જબરી ફજેતી થઈ હતી. આવું ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ન થાય એ માટે આયોજકોએ લંગૂરના અવાજ કાઢી શકે એવા ચાર લોકોને ગ્રાઉન્ડમાં તહેનાત કર્યા છે. ટુર્નામેન્ટની તૈયારીઓ જોવા માટે સ્ટેડિયમની ટૂર લેવા માટે આવેલા પત્રકારો સામે લંગૂર જેવો જ અવાજ કાઢતા એક ભાઈએ વાંદરા ભગાડવાની કલા દેખાડી હતી. વાંદરાઓ લંગૂરથી ડરતા હોય છે અને એટલે એનો અવાજ સાંભળીને ત્યાંથી ભાગી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *