RBIના કડક નિયમ છતાં NBFC દ્વારા અપાતી ગોલ્ડ લોનમાં 70 ટકા વધારો

  RBI તરફથી જાહેર Sectoral Creditની માહિતી પ્રમાણે જૂન 2026ના અંત ભાગ સુધીમાં NBFC નો કૂલ આઉટસ્ટેન્ડિંગ ગોલ્ડ લોન પોર્ટફોલિયો વાર્ષિક આધાર પર 69.3 ટકા…

 

RBI તરફથી જાહેર Sectoral Creditની માહિતી પ્રમાણે જૂન 2026ના અંત ભાગ સુધીમાં NBFC નો કૂલ આઉટસ્ટેન્ડિંગ ગોલ્ડ લોન પોર્ટફોલિયો વાર્ષિક આધાર પર 69.3 ટકા વધીને રૂૂપિયા 3.41 લાખ કરોડ પહોંચી ગયો છે, જે એક વર્ષ અગાઉ એટલે કે મે 2026માં પણ તેમાં 69.9 ટકાની સમાન ઝડપથી વૃદ્ધિ જોવા મળી હતી.

RBIની આંકડાકીય માહિતી પ્રમાણે NBFC નો કૂલ રિટેલ ક્રેડિટ પોર્ટફોલિયો જૂન 2026માં 20.3 ટકા દરથી વધી રૂૂપિયા 25.62 લાખ કરોડ પહોંચી ગયો છે, જે જૂન 2025માં રૂૂપિયા 21.29 લાખ કરોડ હતો. અલબત રિટેલ લોન આ પૂરા બાસ્કેટમાં ગોલ્ડ લોનની ગ્રોથ ઓવરઓલ રિટેલ ક્રેડિટની તુલનામાં 3 ગણાથી વધારે રહી છે.

ગોલ્ડ લોનમાં આ ઐતિહાસિક ઉછાળો એવા સમયે આવ્યો છે કે જ્યારે RBI એ આ સેગમેન્ટમાં જોખમને જોતા કડક પગલાં ભરી થર્ડ પાર્ટ એજન્ટો તરફથી લોન સોર્સિંગ, સોનાના મૂલ્યાંકનમાં ઉદાસિનતા, લોન ટુ વેલ્યુ રેશિયોની નબળી દેખરેખ તથા બિડની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ જેવા મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે RBI દ્વારા કયક્ષમશક્ષલ અલફશક્ષતિં ૠજ્ઞહમ ફક્ષમ જશહદયિ ઈજ્ઞહહફયિંફિહ ઉશયિભશિંજ્ઞક્ષત, 2025 ઈશ્યુ કરી તમામ વિનિયમિત સંસ્થાઓ માટે આકરી માર્ગદર્શિકા ફરજિયાત બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *