સલમાન – નયનતારાની ફિલ્મમાં જેકી શ્રોફની એન્ટ્રી

સલમાન ખાનની આગામી ઍક્શન ફિલ્મમાં તેની સાથે નયનતારાની જોડી જોવા મળશે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મ માટે જેકી શ્રોફને પણ સાઇન કરવામાં આવ્યો છે.…

સલમાન ખાનની આગામી ઍક્શન ફિલ્મમાં તેની સાથે નયનતારાની જોડી જોવા મળશે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મ માટે જેકી શ્રોફને પણ સાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ’જેકી શ્રોફે મુંબઈમાં સલમાન સાથે ફિલ્મનું શૂટિંગ શરૂૂ કર્યું છે.

ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ જ દમદાર છે અને તેના પાત્રને દર્શકો તરફથી સીટીઓ અને તાળીઓ મળવાની પૂરી શક્યતા છે.’ મળતી માહિતી પ્રમાણે જેકી શ્રોફ ફિલ્મમાં વિલનનો રોલ નથી કરી રહ્યો પણ તેનો રોલ ફિલ્મની વાર્તા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ફિલ્મમાં રાહુલ દેવ, અભિમન્યુ સિંહ અને અરવિંદ સ્વામી નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. ભારતમાં ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ ફિલ્મની ટીમ થોડા સમયના શૂટિંગ શેડ્યુલ માટે યુરોપ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *