જેતપુરમાં સસરાના ઘરે બે લાખની ચોરીમાં પુત્રવધૂ અને તેના પ્રેમીની કરાઈ ધરપકડ

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા મજુર પરિવારે પુત્રના ઉતરપ્રદેશની યુવતી સાથે લગ્ન કરાવ્યાના ત્રણ મહિના માં પુત્રવધૂએ તેના પ્રેમીની મદદથી સસરાના ઘરમાં રૂૂ.2 લાખની…

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા મજુર પરિવારે પુત્રના ઉતરપ્રદેશની યુવતી સાથે લગ્ન કરાવ્યાના ત્રણ મહિના માં પુત્રવધૂએ તેના પ્રેમીની મદદથી સસરાના ઘરમાં રૂૂ.2 લાખની ચોરી કરાવી હોય પોલીસે હાથફેરો કરી ફરાર થયેલ યુવતીના પ્રેમીને ઝડપી લઇ તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે યુવતીના પ્રેમીને ઉતરપ્રદેશથી ઝડપી લીધો હતો.

જેતપુરના સખરેલીયા પ્લોટ વિસ્તારમાં જૂની પ્રાથમિક શાળા પાસે રહેતા અને ટેમ્પો હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ વાલજીભાઈ બાબરીયા (ઉ.વ. 57)ના મકાનમાં ગત તા 18 જુનના રોજ ચોરી થઇ હતી. ઘરના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા તે દરમિયાન ઘર માંથી સોના-ચાંદીના ઘરેણાં, કિંમતી સ્માર્ટફોન અને રોકડ રકમ મળી કુલ રૂૂ. 1,98,900ની મતા ચોરી થઇ હતી. રમેશભાઈ તથા તેમના પત્ની શોભનાબેન ઘરની મેડી પર સુવા ગયા હતા, જ્યારે તેમનો પુત્ર વિશાલ તથા પુત્રવધૂ નિશાબેન નીચેના રૂૂમમાં અને વૃદ્ધ માતા-પિતા ફળીયામાં સુતા હતા. વિશાલે મેડી પર જઈ પિતાને જગાડીને જાણ કરી હતી કે તેના રૂૂમમાં કબાટ ખુલ્લા છે અને સામાન વેરવિખેર પડ્યો છે.

અત્યંત ચોંકાવનારી બાબત તો ત્યારે સામે આવી જ્યારે વિશાલે તેની પત્ની નિશાબેનને પૂછપરછ કરી. નિશાબેને ટેબલ પર મુકેલો મોટોરોલા મોબાઈલ અને સોનાની બે વીંટીઓ ગુમ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તસ્કરે એટલી ચાલાકીથી ચોરી આચરી હતી કે નિશાબેન સુતા હતા તે દરમિયાન તેમના કાનમાંથી સોનાની બુટ્ટી, ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને પગમાંથી ચાંદીના સાંકળા પણ ઉતારી લીધા હતા અને પરિવારને તેની જાણ પણ થઈ નહોતી! આ સિવાય તસ્કરે બાજુના બીજા ઘરમાંથી કબાટનું લોકર ખોલીને તેમાં મુકેલો 2 તોલાનો સોનાનો ચેઈન અને રૂૂ. 20,000ની રોકડ રકમ પણ સેરવી લીધી હતી.

આ ચોરીની તપાસમાં હ્યુમન સોર્સથી તપાસ કરતા બનાવ સમયે એક શંકાસ્પદ ફોરવ્હિલની હિલચાલ જોવામા આવતા ફોરવ્હિલને ટ્રેસ કરી તેનો રૂૂટ ચેક કરતા તે ઉત્તરપ્રદેશના આગ્રા શહેર ખાતેથી આવી બનાવ વાળા સ્થળેથી ચોરી કરી પરત જતી હોવાનુ જણાઇ આવતા એક ટીમને ઉત્તરપ્રદેશના આગ્રા શહેર ખાતે મોકલવામા આવેલ જ્યા ટીમ દ્વારા તપાસ કરતા ચોરી કરનાર અમનસિંગ નિરંજનસિંગ પરમાર (ઉ.વ.27 રહે.સીલ્વર લાઇન સ્કુલની પાસે, જંગજીતનગર, રાજપુર ચુંગી, શમશાબાદ રોડ, આગ્રા)ને મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા ચોરીમાં પુત્રવધૂની પણ સંડોવણી ખુલ્યા બાદ જેતપુર પોલીસે નિશાબેન વિશાલભાઇ રમેશભાઇ બાબરીયાની પણ ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે જેતપુરના વિશાલના ત્રણ માસ પૂર્વે આગ્રાના ગોપાલવાટીકા, શમશાબાદ રોડ, કેરીંગ મોડ રહેતા અમરસિંહ બાલકરામ માથુરની પુત્રી નિશા સાથે થયા હતા. નિશા લગ્ન કરી બોરડી સમઢીયાળા રહેવા આવ્યા બાદ તેણે તેના પ્રેમી અમનને વાત કરી ચોરીનો પ્લાન બનાવ્યા બાદ તેને અંજામ આપ્યો હતો. પોલીસે રોકડ અને દાગીના સહીત રૂૂ.1.28 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *