ગુજરાતી સિનેમા જગતમાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વધુ એક બહુપ્રતિક્ષિત ફિલ્મ ’અંગ્રેજ જીવે છે’ આવી રહી છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર અને ટીઝર આગામી 15મી ઓગસ્ટના પવિત્ર સ્વાતંત્ર્ય દિને અમદાવાદ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.
JRDC PICTURES ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન દેવપગલી દ્વારા કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર દેવપગલીના જણાવ્યા મુજબ, આ ફિલ્મ ભારતના સાચા સનાતનીઓને ખૂબ જ પસંદ આવશે. આ ફિલ્મ માત્ર એક ભાષા પૂરતી સીમિત ન રહેતા, નવરાત્રી પછી કુલ 8 અલગ-અલગ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. 15 ઓગસ્ટે યોજાનારા આ ભવ્ય ટીઝર અને પોસ્ટર લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના અનેક સુપ્રસિદ્ધ કલાકારો, નામી-અનામી હસ્તીઓ, પૂજનીય સાધુ-સંતો તેમજ ’અંગ્રેજ જીવે છે’ ફિલ્મની સમગ્ર ટીમ અને નિર્માતાઓ વિશેષ રૂૂપે ઉપસ્થિત રહેશે.
