સારું પેન્શન મળવાની આશાએ ભાજપ સાંસદ ફરી ટીચર બન્યા

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરાએ રાજકારણથી અંતર જાળવીને પોતાના જૂના વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે વાપસી કરી છે. પૂર્વ સાંસદમાંથી ફરી શિક્ષક બનેલા રેબતી ત્રિપુરાનું…

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરાએ રાજકારણથી અંતર જાળવીને પોતાના જૂના વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે વાપસી કરી છે. પૂર્વ સાંસદમાંથી ફરી શિક્ષક બનેલા રેબતી ત્રિપુરાનું કહેવું છે કે જૂના વ્યવસાયમાં પાછા ફરવાથી તેમને એક હેતુ મળ્યો છે અને રાજકીય જીવનમાં આવેલી નિષ્ક્રિયતા બાદ ભવિષ્યની આર્થિક સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.

ત્રિપુરાના ધલાઈ જિલ્લાના અંતરિયાળ ગામના નિવાસી રેબતી ત્રિપુરાએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ વર્ષ 2001માં અગરતલાની મહાત્મા ગાંધી મેમોરિયલ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી શરૂૂ કરી હતી. વર્ષ 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં પક્ષે તેમને પૂર્વ ત્રિપુરા સંસદીય બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.

રાજકીય કારકિર્દી અટકી ગયા બાદ રેબતી ત્રિપુરાએ મૂળ વ્યવસાયમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો અને 20મી જુલાઈથી શાળામાં ફરી ચાર્જ સંભાળી લીધો છે. પૂર્વ સાંસદે જણાવ્યું કે, ’છેલ્લા અઢી વર્ષમાં મારી પાસે પક્ષની કોર કમિટીના સભ્ય તરીકે કોઈ કામ નહોતું. હાલ મારી પાસે કોઈ વિશેષ રાજકીય જવાબદારી નથી, તેથી મેં સરકારી શાળામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરના જૂના વ્યવસાયમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે.’ પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરાએ જણાવ્યું કે, ’ઓછામાં ઓછું આ નોકરીથી નિવૃત્તિ પછીના લાભો તો નિશ્ચિત થશે, જેમાં માસિક આશરે 50,000 રૂૂપિયાનું પેન્શન પણ સામેલ છે, જે એક સારી રકમ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *