આજની યુવતીઓ ગટરછાપ, દારૂ પીવે છે અને માતા-પિતાની કમાણી પર જીવે છે: કંગના રનૌત બેફામ

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે નવી પેઢીની યુવાન મહિલાઓ વિશે એક અત્યંત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. કંગના…

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે નવી પેઢીની યુવાન મહિલાઓ વિશે એક અત્યંત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. કંગના રનૌતે આજની પેઢીની મહિલાઓને ‘ગટર છાપ’, ભ્રષ્ટ અને માતા-પિતાની કમાણી પર પલનારી ગણાવીને તીખો હુમલો બોલ્યો છે. સીજેપી પ્રોટેસ્ટ અને રાજકીય વિવાદો વચ્ચે કંગના રનૌતના આ નિવેદનથી ભારે ચકચાર મચી ગઈ છે અને દેશભરમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “યુવાન હિન્દુ મહિલાઓ માટે સૌથી શરમજનક બાબત એ છે કે તેઓ સ્વતંત્ર કરિયર ધરાવતી મહિલાઓની નકલ કરવા માંગે છે. સ્વતંત્ર મહિલાઓ પોતાના દમ પર લીકથી અલગ હટીને નિર્ણયો લે છે અને જવાબદારીઓ ઉપાડે છે, નહીં કે પરિવારના ભોગે.” તેણે આગળ ઉમેર્યું કે, “હું આ પેઢીને ‘જેનરેશન ગટર’ કહું છું. આ કથિત પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત ભારતીય મહિલાઓની નવી પેઢી છે, જે ન તો ભણવામાં હોંશિયાર છે, ન તો સુંદર છે અને ન તો તેમની માનસિકતા સારી છે. તેઓ એક સારી ગૃહિણી પણ બની શકતી નથી અને સમાજને આપવા માટે તેમની પાસે કશું નથી, છતાં તેઓ ડ્રગ્સ લેવા, દારૂૂ પીવા અને મલ્ટિપલ રિલેશનશિપ ધરાવવાની સ્વતંત્રતાનો ગર્વથી દેખાડો કરે છે.”
વધુમાં કંગના રનૌતે લખ્યું હતું કે, આવી મહિલાઓ ખરેખર સ્વતંત્ર થયા વિના જ મુક્ત જીવન જીવવા માટે સતત સંઘર્ષ કરતી રહે છે અને બેશરમીથી પોતાના માતા-પિતાની કમાણી પર નભે છે. જો કોઈ વ્યક્તિ જવાબદારીઓ લીધા વિના આઝાદ જીવન જીવવાનો પ્રયાસ કરે છે, તો તે બગડેલી માનસિકતા ધરાવતું ‘ગટર છાપ’ માણસ છે.

કંગના રનૌતની આ પોસ્ટ સામે આવતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. અનેક યુઝર્સે તેને ભૂતકાળના પોતાના વર્તનની યાદ અપાવીને શરમજનક ગણાવી હતી. બીજી તરફ, એનસીપી (શરદ પવાર જૂથ) ના નેતા રોહિત પવારે કંગના રનૌતના આ નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરતાં જણાવ્યું હતું કે, “હવે તેઓ સાંસદ છે ત્યારે યુવા પેઢીની મહિલાઓ વિશે આવું નિવેદન કેવી રીતે આપી શકે? જ્યારે તેઓ મહારાષ્ટ્ર આવશે ત્યારે તેમનું સ્વાગત કેવી રીતે કરવું તે જણાવવામાં આવશે અને મહિલાઓ તેમને યોગ્ય પાઠ ભણાવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *