વળતર અને FIR અંગે સકારાત્મક વાતચીત, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે વેઇટ એન્ડ વોચ

  પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકના પારણા પછી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામા પર અડગ રહેલી કોક્રોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચેની વાતચીત આજે પુરી થઇ…

 

પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકના પારણા પછી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામા પર અડગ રહેલી કોક્રોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચેની વાતચીત આજે પુરી થઇ છે.

અહેવાલ મુજબ સીજેપીએ આ મંત્રણા બાદ જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓ સામે નોંધાવેલી એફઆઇઆર અને નીટ પરીક્ષા પેપરલીક સંબંધી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓને રૂા.1 કરોડનું વળતર આપવાની માગણી પ્રત્યે સરકારે સકારાત્મક વલણ દાખવ્યું હતું પણ શિક્ષણમંત્રીના રાજીનામા વિષે કોઇ સમજુતી થઇ નહોતી. સરકારે આવતીકાલે જવાબ આપવાનું કહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી ના મુખ્ય પ્રવક્તાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ મીડિયાને સંબોધતા બેઠકની વિગતો શેર કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આંદોલનના ઉકેલ માટે સરકારના કેન્દ્રીય મંત્રીઓ સાથે આશરે 10 મિનિટ સુધી એક અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ટૂંકી પરંતુ સઘન વાટાઘાટો દરમિયાન સરકારનું વલણ સમાધાનકારી જોવા મળ્યું હતું.

પ્રવક્તાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આંદોલનકારીઓ દ્વારા સરકાર સમક્ષ મુખ્યત્વે ત્રણ માંગણીઓ મૂકવામાં આવી હતી, જેમાંથી બે માંગણીઓ પર સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
સરકાર વતી ચર્ચામાં ભાગ લેનારા આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ વાતચીત બાદ જણાવ્યું હતું કે સીજેપીએ તેમની માંગણીઓ મુકી છે. વધુ વિચારણા માટે આવતીકાલે બેઠક યોજાશે.ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુકે શિક્ષણમંત્રીના રાજીનામા બાબતે કોઇ ખાતરી મળી ન હોવા છતાં ઉપવાસ છોડયા હતા. તેમણે આ મુદ્દે કહ્યું હતું કે આ મુદ્દો એટલો મહત્વનો નથી. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે તો વિદ્યાર્થીઓને નહીં પણ સરકારને નુકશાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *