પેપર લીક કાયદો વધુ કડક બનશે: 10 વર્ષની જેલ, 10 કરોડનો દંડ થશે

  NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીક અને અનિયમિતતાઓને લઈને થયેલા હોબાળા વચ્ચે, કેન્દ્ર સરકાર કાર્યવાહીમાં આવી ગઈ છે. સરકારે પેપર લીકના આરોપીઓ પર કાર્યવાહી કરવા…

 

NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીક અને અનિયમિતતાઓને લઈને થયેલા હોબાળા વચ્ચે, કેન્દ્ર સરકાર કાર્યવાહીમાં આવી ગઈ છે. સરકારે પેપર લીકના આરોપીઓ પર કાર્યવાહી કરવા માટે કાયદાઓને વધુ કડક બનાવવાની યોજના જાહેર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી હતી કે આ મુદ્દા અંગેના ડ્રાફ્ટ પર સંસદમાં ચર્ચા કરવામાં આવશે અને બિલને શક્ય તેટલી વહેલી તકે પસાર કરવાના પ્રયાસો કરવામાં આવશે. દરમિયાન, પ્રસ્તાવિત કાનૂની સુધારાઓ અંગેની મુખ્ય વિગતો બહાર આવી છે. અહેવાલ મુજબ, સરકાર ’જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમો નિવારણ) અધિનિયમ, 2024’ ને વધુ કડક બનાવવા નિર્ણય કર્યો છે.

સૂત્રોને ટાંકીને, અહેવાલમાં જણાવાયું છે કે ’પેપર લીક માફિયા’ અને સંગઠિત ગુનામાં સામેલ લોકોને કડક સંદેશ આપવા માટે હાલના કાયદાને વધુ કડક બનાવવામાં આવશે. પેપર લીક અથવા સંગઠિત પરીક્ષામાં ગેરરીતિ માટે દોષિત ઠરેલા આરોપીઓને 5 થી 10 વર્ષ સુધીની સખત કેદની સજા થશે. વધુમાં, આવી ગેરરીતિમાં સામેલ સંસ્થાઓ અથવા વ્યક્તિઓને ₹1 કરોડ સુધીના ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. હાલમાં, કાયદામાં આવા ગુનાઓ માટે 3 થી 5 વર્ષની જેલ અને મહત્તમ ₹10 લાખના દંડની જોગવાઈ છે. વધુમાં, કાયદા હેઠળ નોંધાયેલા તમામ કેસ બિનજામીનપાત્ર રહેશે, એટલે કે આરોપી સરળતાથી જામીન મેળવી શકશે નહીં.

આ ઉપરાંત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 3 મહિનામાં ચુકાદો અપાશે. અગાઉ, યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવાની જરૂૂરિયાત પર ભાર મૂકતા, વડા પ્રધાન મોદીએ પેપર લીકના કેસોને હેન્ડલ કરવા માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના વિશે વાત કરી હતી. આ ખાસ કોર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષો સુધી કેસોને લંબાવવાને બદલે, સુનાવણી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને દોષિતોને તાત્કાલિક સજા મળે તે સુનિશ્ચિત કરવાનો છે. પીએમ મોદીની જાહેરાત બાદ, દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પેપર લીકના કેસોની સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *