સરકારી કંપનીઓના કર્મીઓને લોટરી: ઔદ્યોગિક મોંઘવારી ભથ્થામાં વધારો

કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત જાહેર ક્ષેત્રની કંપનીઓ (CPSE)માં કામ કરતા લાખો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે સરકારે ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા…

કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત જાહેર ક્ષેત્રની કંપનીઓ (CPSE)માં કામ કરતા લાખો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે સરકારે ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા (Industrial Dearness Allowance – IDA)માં વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી દેશની અનેક મહારત્ન, નવરત્ન અને મિનીરત્ન જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા અધિકારીઓ તથા નોન-યુનિયન સુપરવાઈઝરોને સીધો આર્થિક લાભ મળશે.

સરકારે 1987, 1997, 2007 અને 2017ના પે સ્કેલ હેઠળ આવતાં કર્મચારીઓ માટે અલગ-અલગ દરે મોંઘવારી ભથ્થું વધાર્યું છે. 2017ના પે સ્કેલ હેઠળના કર્મચારીઓ માટે IDA હવે 55.7 ટકા કરવામાં આવ્યો છે. 2007ના પે સ્કેલ હેઠળના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 241.7 ટકા નક્કી કરવામાં આવ્યું છે. 1997ના પે સ્કેલ હેઠળના કર્મચારીઓ માટે IDA 476.9 ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે 1987ના પે સ્કેલ હેઠળના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની રકમ 18,298 રૂૂપિયા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયનો લાભ કેન્દ્ર સરકારની જાહેર ક્ષેત્રની અનેક મોટી કંપનીઓમાં કાર્યરત અધિકારીઓ અને નોન-યુનિયન સુપરવાઈઝરોને મળશે. તેમાં દેશની મહારત્ન, નવરત્ન અને મિનીરત્ન કંપનીઓનો સમાવેશ થાય છે.

મહારત્ન કંપનીઓ આ કેટેગરીમાં ભારતની સૌથી મોટી સરકારી કંપનીઓ આવે છે. તેમાં BHEL, BPCL, Coal India, GAIL, HPCL, Indian Oil, NTPC, ONGC, Power Grid, SAIL, Power Finance Corporation (PFC), REC અને Oil India જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

નવરત્ન કંપનીઓમાં BEL, CONCOR, HAL, MTNL, NBCC, NMDC, NLC India, NALCO, RINL, RITES, RVNL અને Shipping Corporation of India જેવી સરકારી કંપનીઓનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓના પાત્ર કર્મચારીઓને પણ વધેલા IDAનો લાભ મળશે.

મિનીરત્ન શ્રેણીમાં આવતી IRCTC, Airports Authority of India (AAI), NHPC, SJVN, Cochin Shipyard, RailTel, HMT અને Cement Corporation of India (CCI) સહિતની કંપનીઓના કર્મચારીઓને પણ નવા દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *