રાત્રે ફરી હિંસક અથડામણ બાદ જંતર મંતર પર દેખાવકારોનો જમાવડો: 16 મેટ્રો સ્ટેશનો આજે પણ બંધ

ભાજપ ગુંડાઓ મોકલી પથ્થરમારો કરાવતું હોવાનો દીપકેનો આરોપ: સલમાન પણ ટેકામાં કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ દિલ્હીના જંતર મંતરથી શરૂૂ થયેલા દેખાવોની અસર હવે સમગ્ર…

ભાજપ ગુંડાઓ મોકલી પથ્થરમારો કરાવતું હોવાનો દીપકેનો આરોપ: સલમાન પણ ટેકામાં

કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ દિલ્હીના જંતર મંતરથી શરૂૂ થયેલા દેખાવોની અસર હવે સમગ્ર દેશમાં દેખાવા લાગી છે. લોકો સીજેપીના સમર્થનમાં મજબૂત રીતે આગળ આવી રહ્યા છે. દિલ્હીમાં ગઇકાલે રાતે હિંસક અથડામણ બાદ ફરી એકવાર સવારથી દેખાવકારો જંતર મંતર પર એકઠા થવા લાગ્યા છે. કોકરોચ પાર્ટીના દીપકેએ આક્ષેપ કર્યો હતો કે આંદોલન તોડવા જાણીજોઇને બહારના લોકોને મોકલવામાં આવે છે. અમે અહીં એક મહીનાથી બેઠા છીએ તે દરમિયાન હિંસાની એક પણ ઘટના બની નથી. દીપકેના દાવા મુજબ ભાજપના લોકો પથ્થરમારો કરાવી રહ્યા છે. દરમિયાન, સુરક્ષાના કારણોસર આજે પણ દિલ્હી મેટ્રોનાં 16 સ્ટેશનો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.

જંતર-મંતર ખાતે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાયા બાદ ’કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજિત દીપકેએ આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આગળ વધારવાની ખાતરી આપી છે. તેમણે પોલીસને પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ ન કરવા અપીલ કરી છે. બીજી તરફ, પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકે જણાવ્યું કે જો સરકાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી ન કરવાનું આશ્વાસન આપે, તો તેઓ આજે જ અનશન તોડી દેશે.

અન્ય એક સંબંધીત ઘટના ક્રમમાં ટોલસ્ટોય માર્ગ ચોકડી પર રેપિડ એક્શન ફોર્સ (RAF) ના બે જવાનો પર પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો 35 સેક્ધડનો વીડિયો વાયરલ થયો છે, જેમાં નીચે પડેલા જવાનને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે આ અંગે નવી ’ભારતીય ન્યાય સંહિતા’ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે ઉભેલી એક મહિલા પ્રદર્શનકારીને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયા બાદ ઉત્તર-પૂર્વ દિલ્હીના એડિશનલ ડીસીપી (અઉઈઙ) સંદીપ લાંબાને પ્રદર્શન સ્થળેથી હટાવી દેવાયા છે. બીજી તરફ સુપરસ્ટાર સલમાન ખાને આંદોલન અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ એક અત્યંત શાંતિપૂર્ણ આંદોલન હતું, પરંતુ તે હિંસક સ્વરૂૂપ લઈ લે તે ખૂબ જ દુ:ખદ છે.” તેણે યુવા પેઢીના જઝબાને સલામ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *